Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કન્યા સહિત બે રાશિના જાતકોને અગત્યના કામમાં મુશ્કેલી જણાય. નાણાકીય વ્યવહારના કામમાં તકેદારી રાખવી
Aries (મેષ: અ-લ-ઈ)
નાણાકિય રોકાણ-વ્યવહારના કામકાજમાં આપે ઉતાવળ કરવી નહીં. સામાજિક-વ્યાવહારિક કામમાં ધ્યાન રાખવું પડે.
શુભ રંગઃ પિચ - શુભ અંકઃ ૫-૭
Taurus (વૃષભ: બ-વ-ઉ)
ઉપરીવર્ગ-સહકાર્યવર્ગ-નોકર-ચાકરવર્ગની તકલીફના લીધે ધાર્યું કામકાજ થઈ શકે નહીં. યાત્રા-પ્રવાસ ટાળવો.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૨
Gemini (મિથુન: ક-છ-ધ)
નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૪-૮
Cancer (કર્ક: ડ-હ)
આપે વાણીની સંયમતા રાખીને શાંતિથી પોતાનું કામ કરી લેવું. પરદેશના કામકાજમાં પ્રતિકૂળતા જણાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૯
Leo (સિંહ: મ-ટ)
આપના કાર્યમાં હરિફવર્ગ-ઈર્ષાકરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરવાના પ્રયાસ કરે. સિઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૪
Virgo (કન્યા: પ-ઠ-ણ)
અગત્યના કામકાજમાં આપને મુશ્કેલી જણાય. મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં. સંતાન બાબતે ચિંતા રહે.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૬-૧
Libra (તુલા: ર-ત)
આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા જણાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૭
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપે દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં ઉતાવળ કરવી નહીં. મિલન-મુલાકાત મુલત્વી રાખવા.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૨-૪
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપે જમીન-મકાન-વાહનના કામમાં ઉતાવળ કરવી નહીં. મિત્રવર્ગની ચિંતા અનુભવાય. વ્યગ્રતા-બેચેની જણાય.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૬-૮
Capricorn (મકર: ખ-જ)
સંતાનના પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ રહ્યા કરે. ધંધામાં ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. મહત્ત્વના નિર્ણય લેવા નહીં.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૭
Aquarius (કુંભ: ગ-શ-સ)
રાજકિય-સરકારી કામમાં, ખાતાકિય કામમાં આપને પ્રતિકૂળતા જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાભીડ જણાય.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૫-૯
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
માનસિક પરિતાપ-વ્યગ્રતા અનુભવાય. વિચારોની અસમંજસતા-દ્વિધાને લીધે કામકાજમાં વિલંબ જણાય. ઉશ્કેરાહટમાં આવી જવું નહીં.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૬-૮