Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુનિક સ્વાયમ મલ્ટીસ્ટેટ મલ્ટીપરપઝ સોસાયટીને આદેશઃ
જામનગર તા. ૬: જામનગરના બે આસામીએ યુનિક સ્વાયમ મલ્ટીસ્ટેટ મલ્ટી પરપઝ કો.ઓ. સોસાયટી સામે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરી હતી. તે ગ્રાહકોને મળવા પાત્ર થતી રકમ વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કરાયો છે.
જામનગરના ભીખુભાઈ કનૈયાલાલ ભદ્રા તથા શાંતિલાલ ગંગારામ ભદ્રા નામના બે આસામીએ યુનિક સ્વાયમ મલ્ટીસ્ટેટ મલ્ટી પરપઝ કો.ઓ. સોસાયટીમાં છ વર્ષ માટે કંપનીની સ્કીમ મુજબ રોકાણ કર્યું હતું. તેઓને પાકતી મુદતે વર્ષ ૨૦૧૬ પછીથી રૂ।.પ૦૭૪૦૦ મળવાપાત્ર હતા. તે રકમ બંને ગ્રાહકોને ચૂકવવામાં આવી ન હતી.
આથી જામનગર ગ્રાહક ફોરમમાં ભીખુભાઈ ભદ્રા તથા શાંતિલાલ ભદ્રાએ ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદ ચાલી જતા ફોરમે બંને આરોપીને છ ટકાના વ્યાજ સાથે રૂ।.૫૦૭૪૦૦ ચૂકવવી આપવા અને રૂ।.૩ હજાર ત્રાસ બદલ અને રૂ।.ર હજાર ફરિયાદ ખર્ચ પેટે અલગથી આપવા આદેશ કર્યાે છે. ફરિયાદીઓ તરફથી વકીલ સોહિલ બેલીમ, વિવેક નેભાણી, સલમાન શેખ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial