Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલ્યાણપુરના ભોગાતમાં તીનપત્તી રમતા છ શખ્સ સામે પોલીસે નોેેંધ્યો ગુન્હોઃ
જામનગર તા. ૨૬: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શ્રાવણીયા જુગારની જમાવટ જોવા મળી રહી છે ત્યારે પોલીસ પણ હરકતમાં આવી છે. કલ્યાણપુરના ભોગાત, ભાણવડના મોરઝર ગામમાં બે દરોડામાં પોલીસે અગિયાર શખ્સને પકડી પાડ્યા છે. જ્યારે દ્વારકામાં બુધવારની રાત્રે એક અવાવરૂ જગ્યામાં ગંજીપાના કૂટતા ચાર શખ્સને પોલીસે રૂા.૧ લાખથી વધુની રોકડ સાથે પકડી પાડ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામમાં ગઈકાલે બપોરે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા કલ્યાણપુર પોલીસે દરોડો પાડ્યો હતો.
ત્યાંથી તીનપત્તી રમતા ભકુભાઈ કાનાભાઈ કંડોરીયા, જેઠાભાઈ કરશનભાઈ ભાચકન, ગુરૂભા રવુભા વાઢેર, કરશનભાઈ મેરામણભાઈ ભાટીયા, જગાભાઈ રામશીભાઈ કરંગીયા, પાલાભાઈ કેશુરભાઈ કરંગીયા નામના છ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂા.૬૮૨૦ રોકડા કબજે કરી ગુન્હો નોંધ્યો છે.
ભાણવડ તાલુકાના મોરઝર ગામમાં ગુરૂવારની રાત્રે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા પોલીસે પાડેલા દરોડામાં ઉમંગ પ્રવીણભાઈ પરમાર, ઈકબાલ સલેમાન ઉઢેચા, ઝીકાભાઈ ભીખુભાઈ ઠકરાણી, કાસમ સુલેમાન ધુધા, હસમુખભાઈ ધરમશીભાઈ કણઝારીયા નામના પાંચ શખ્સને ભાણવડ પોલીસે પકડી લઈ એક મોબાઈલ તથા રૂા.૩૧૨૦૦ રોકડા કબજે કર્યા છે.
દ્વારકા શહેરમાં પટેલ સમાજની જગ્યા પાછળ ગુરૂવારની રાત્રે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી દ્વારકા પોલીસ સ્ટેશનના સ્ટાફે રાત્રે ત્રણેક વાગ્યે દરોડો પાડ્યો હતો.
ત્યાંથી શરીફ ઈસ્માઈલ પઠાણ ઉર્ફે બંગાળી, ઈમરાન ઈશાક મોખા, બ્રિજરાજ સેજસિંહ પેથાણી, હરેશ સાવજાભા માણેક નામના ચાર વ્યક્તિ ઝડપાઈ ગયા હતા. પોલીસે પટમાંથી ગંજીપાના, રૂા.૧૦૪૩૩૦ રોકડા કબજે કર્યા છે. તમામ સામે જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial