Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પુરાવા સાથે પ્રેઝન્ટેશનઃ જેનું નામ ડિલિટ થયુ તે મતદારને સ્ટેજ પર બોલાવી કર્યો પર્દાફાશઃ ખળભળાટ
નવી દિલ્હી તા. ૧૮: વોટચોરીના મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજીને સાક્ષી- પુરાવા સાથે આક્રમક શૈલીમાં જોરદાર ઢબે પ્રેઝન્ટેશન આપતા કોંગી નેતા અને લોકસભામાં વિપક્ષના લીડર રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર પર વોટચોરીના રક્ષક બન્યા હોવાનું જણાવી સીઆઈડીને અઠવાડિયામાં જવાબ આપવાનો પડકાર ફેંકયો હતો, અને કહ્યું હતું કે આ અંગે હાઈડ્રોજન બોમ્બ હજુ બાકી છે.
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર ચૂંટણીપંચ પર નિશાન સાધ્યું છે. તેમણે એક પ્રેસ-કોન્ફરન્સમાં મતદારયાદીમાં ગોટાળાઓના વધુ પુરાવા રજૂ કર્યા હતા. તેમણે પોતાની પ્રેસ-કોન્ફરન્સની શરૂઆત *હું આપણા બંધારણની રક્ષા કરીશ* એમ કહીને કરી હતી.
રાહુલે કહૃાું કે, હું મારા દેશ અને બંધારણને પ્રેમ કરું છું. હું પુરાવા સાથે મારો અભિપ્રાય રજૂ કરી રહૃાો છું. આ કોઈ હાઇડ્રોજન બોમ્બ નથી. હજુ એ આવવાનો બાકી છે. અમે વારંવાર કહૃાું છે કે ચૂંટણીપંચ વોટચોરોને બચાવી રહૃાું છે. લોકશાહી માટે આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.
રાહુલ ગાંધીએ આ દરમિયાન ચૂંટણીમાં ગોટાળા મામલે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર નિશાન સાધ્યું છે. રાહુલે કહૃાું કે, કોંગ્રેસના મતદારોને નિશાન બનાવવામાં આવી રહૃાા છે. આ વખતે રાહુલ પોતાની સાથે એવા મતદારોને પણ લાવ્યા, જેમનાં નામ મતદારયાદીમાંથી કાઢી નાખવામાં આવ્યાં છે.
રાહુલે આરોપ લગાવ્યો કે એક કન્નડ મતદારનો મત ડિલિટ કરવામાં આવ્યો છે. તેમણે મતદારને સ્ટેજ પર બોલાવ્યો અને બોલવા કહૃાું. મતદારે કહૃાું, *મારા નામે ૧૨ લોકોનાં નામ ડિલિટ કરવામાં આવ્યાં છે.
રાહુલ ગાંધીએ વોટર અધિકાર યાત્રા પૂર્ણ કર્યા પછી વધુ સચોટ પુરાવા અને ઉદાહરણો સાથે દેશના વોટ ચોરોને ચીફ ઈલેકશન કમિશનર જ છાવરી રહ્યા હોવાનો આરોપ મૂકયો હતો. તેમણે કહ્યુ કે, વોટ ચોરી મુદ્દે ટૂંક સમયમાં જ હાઈડ્રોજન બોમ્બ રજૂ કરશે.
મારૂ કામ લોકશાહી પદ્ધતિમાં ભાગ લેવાનો છે. તેની રક્ષા કરવાનું નથી. ભારતના ઈન્સ્ટીટ્યુશન્સ આ કામ કરી રહૃાા નથી. તેથી હું તેમનું કામ કરી રહૃાો છું. મારૂ કામ સત્ય બહાર લાવવાનું છે. ભારતની લોકશાહી હાઈજેક થઈ ગઈ છે. તેને દેશના લોકો જ બચાવી શકશે.
મહારાષ્ટ્રની રજોરા વિધાનસભા બેઠકમાં ઓનલાઈન વોટ ઉમેરવામાં આવ્યા. કર્ણાટક સીઆઈડીએ ચૂંટણી પંચ પાસે માર્ચ મહિનામાં વોટ ચોરી મામલે માહિતી મગાવી. જેમાં જેની જરૂર હતી તે સિવાય અન્ય તમામ વિગતો સીઆઈડીને આપી. સીઆઈડીએ આ મામલે ચૂંટણી પંચને ૧૮ રિમાન્ડર પત્રો લખ્યાં. ચૂંટણી પંચના કમિશનર જ્ઞાનેશ કુમાર વોટ ચોરોને છાવરી રહૃાા છે. અમારી માગ છે કે, જ્ઞાનેશ કુમાર કર્ણાટકની સીઆઈડીને એક સપ્તાહની અંદર તમામ પુરાવા આપો.
રાહુલ ગાંધીએ કહૃાું કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વોટ ચોરોને બચાવી રહૃાા છે. મારા આ દાવાના પુરાવા છે જેને નકારી શકાય નહીં. આ પુરાવા બ્લેક એન્ડ વ્હાઇટ છે. અમારી પાસે પુરાવા છે કે દેશભરમાં લઘુમતી, દલિતો, આદિવાસી અને ઓબીસીના લાખો વોટ કાઢી નાખવામાં આવી રહૃાા છે. આ ખાલી વિપક્ષના વોટ કાપવાની ટ્રીક છે.
કર્ણાટકની આલંદ વિધાનસભા બેઠકનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહૃાું કે ૨૦૨૩ની વિધાનસભા ચૂંટણીમાં અહીં ૬૦૧૮ મતો કાઢી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક બીએલઓએ જોયું કે તેમના કાકાનો મત કાઢી નાખવામાં આવ્યો છે. જાણવા મળ્યું કે આ એક પાડોશીના નંબર પરથી થયું છે. જ્યારે તેમણે પાડોશી સાથે વાત કરી ત્યારે તેમણે કહૃાું કે તેમને ખબર પણ નથી કે કેવી રીતે કાઢી નાખવામાં આવ્યું.
રાહુલ ગાંધીએ કહૃાું કે અન્ય રાજ્યોના મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને ઓનલાઈન ફોર્મ સબમિટ કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ ગોદા બાઈ નામની એક મહિલાનું ઉદાહરણ પણ આપ્યું. તેમણે કહૃાું કે તેમના નંબર પરથી કુલ ૧૨ વોટ ડિલીટ કરવામાં આવ્યા હતા અને તેમને તેની જાણ પણ નહોતી. તેમણે સૂર્યકાંત નામના બીજા વ્યક્તિના નામે ૧૨ લોકોના નામ ડિલીટ થવાનું ઉદાહરણ પણ આપ્યું. બીજું ઉદાહરણ આપતા રાહુલ ગાંધીએ કહૃાું કે માત્ર ૩૬ સેકન્ડમાં બે ફોર્મ ભરાઈ ગયા. આટલા ઓછા સમયમાં બે ફોર્મ કેવી રીતે ભરાઈ શકે? વધુમાં, આ સમય પણ સવારે ૪:૦૭ વાગ્યાનો હતો.
રાહુલ ગાંધીએ ચીફ ઈલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર પર આરોપ મૂકતાં કહૃાું કે, હું તમામ સચોટ પુરાવા સાથે કહુ છું કે, જ્ઞાનેશ કુમાર દેશના વોટ ચોરોનું રક્ષણ કરી રહૃાા છે. લઘુમતી, દલિત, ઓબીસી કેટેગરીના વોટ ચોરી થઈ રહૃાા છે.
રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં મતદાર ગોડાબાઈનો વીડિયો બતાવી વોટ ચોરી મુદ્દે વાત શરૂ કરી હતી. તેમણે કહૃાું કે, હું પુરાવા સાથે મારી વાત કહી રહૃાો છું. દેશના દલિત અને ઓબીસી ટાર્ગેટમાં છે. હું આપણા દેશ અને બંધારણને પ્રેમ કરું છું. હું બંધારણની રક્ષા કરીશ. કર્ણાટકના આલંદમાં ૬૦૧૮ મતદારોના નામ દૂર કરી દેવામાં આવ્યા.
રાહુલ ગાંધીના 'હાઈડ્રોજન બોમ્બ' ના નિવેદન પર શરદ પવારે જણાવ્યું કે, દેશની નોન-ભાજપ પાર્ટીઓએ પહેલી વાર આ મુદ્દે સંસદની બહાર દેખાવો કર્યા છે. જેમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે ઉપસ્થિત હતાં. ૩૦૦ સાંસદ સંસદ છોડી રસ્તા પર ઉતર્યા છે, જેને નજરઅંદાજ કરી શકાય નહીં. ચૂંટણી પંચે આ મામલે પોતાનું વલણ બદલવુ જોઈએ. અમે વાતચીત અને ચર્ચામાંથી પીછેહટ કરવાનો પ્રયાસ કર્યો નથી. આ ઉપરાંત વિવિધ પક્ષોના નેતાઓના પ્રત્યાઘાતો પણ આવવા લાગ્યા છે. રાહુલ ગાંધીએ આક્રમક અંદાજમાં આ પર્દાફાશ કરતા રાજકરણ ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial