Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારત પર ટેરિફ બોમ્બ ફોડયા પછી પોતાને મિત્ર ગણાવી ભારત સામે ઉઠાવ્યા આકરા કદમઃ દુશ્મનના મિત્ર દુશ્મન ?
નવી દિલ્હી તા. ૩૧: ગઈકાલે ભારત પર ૨૫ ટકા ટેરિફ અને દંડની જાહેરાત પછી અમેરિકા જેને દુશ્મન માને છે, તે ઈરાન ઉપરાંત રશિયા સાથે ભારત વ્યાપાર કરતુ ઉપરાંત રશિયા સાથે ભારત વ્યાપાર કરતુ હોવાથી દુશ્મનના દોસ્ત દુશ્મન જેવી થિયરી અપનાવીને વડાપ્રધાન મોદીને મિત્ર ગણાવીને ટ્રમ્પે આજે ભારતની ૬ કંપનીઓ પર પ્રતિબંધ મૂકી દીધો અને પાક. સાથે ઓઈલની ડીલ કરવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે.
અમેરિકાએ ભારત પર ૨૫% ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. બીજી તરફ ઈરાન સાથે પેટ્રોલિયમ ઉત્પાદનોના વ્યવહાર પર ભારત સામે ફરી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન ૬ ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમાં આલ્કેમિકલ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ, ગ્લોબલ ઈન્ડસ્ટ્રિયલ કેમિકલ્સ લિમિટેડ, જ્યુપિટર ડાય કેમ પ્રાઇવેટ લિમિટેડ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.
અમેરિકાએ ભારત, સંયુક્ત આરબ અમીરાત, તુર્કી અને ઈન્ડોનેશિયાની આ ૨૦ કંપનીઓ પર ઈરાની મૂળના પેટ્રોકેમિકલ ઉત્પાદનોના વેચાણ અને ખરીદી માટે પ્રતિબંધ મૂક્યો છે.
આલ્કેમિકેલ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની અમેરિકાના સૌથી મોટા આરોપોનો સામનો કરી રહી છે. અમેરિકાએ તેના પર જાન્યુઆરી અને ડિસેમ્બર ૨૦૨૪ વચ્ચે ઘણી કંપનીઓ પાસેથી ૮૪ મિલિયન ડોલરથી વધુ મૂલ્યના ઈરાની મૂળના પેટ્રોકેમિકલ ઉત્પાદનોની આયાત અને ખરીદી કરવાનો આરોપ મૂક્યો છે.
ગ્લોબલ ઈન્ડસ્ટ્રિયલ કેમિકલ્સ લિમિટેડ કંપની યાદીમાં બીજા ક્રમે છે. તેના પર જુલાઈ ૨૦૨૪ અને જાન્યુઆરી ૨૦૨૫ વચ્ચે ૫૧ મિલિયન ડોલરથી વધુ મૂલ્યના મિથેનોલ સહિત ઈરાની ઉત્પાદનોની આયાત અને ખરીદી કરવાનો આરોપ છે.
જયુપિટર ડાઈ કેમ પ્રા.લિ ભારત સ્થિત પેટ્રોકેમિકલ ટ્રેડિંગ કંપની છે. તેના પર જાન્યુઆરી ૨૦૨૪ અને જાન્યુઆરી ૨૦૨૫ વચ્ચે ૪૯ મિલિયન ડોલરથી વધુ મૂલ્યના ટોલ્યુએન સહિત ઈરાની મૂળના પેટ્રોકેમિકલ ઉત્પાદનોની આયાત અને ખરીદી કરવાનો આરોપ છે.
રમણીકલાલ એસ ગોસાલિયા એન્ડ કંપની (રમણિકલાલ) બીજી પેટ્રોકેમિકલ કંપની છે, જે જાન્યુઆરી ૨૦૨૪ અને જાન્યુઆરી ૨૦૨૫ વચ્ચે મિથેનોલ અને ટોલ્યુએન સહિત ૨૨ મિલિયન ડોલરથી વધુ મૂલ્યના ઈરાની ઉત્પાદનોની આયાત અને ખરીદી કરી હોવાનો આરોપ છે.
પર્સિસ્ટન્ટ પેટ્રોકેમ પ્રાઇવેટ લિમિટેડ 'કંપનીએ ઓક્ટોબર ૨૦૨૪ અને ડિસેમ્બર ૨૦૨૪ વચ્ચે યુએઈ સ્થિત કોમોડિટી ટ્રેડિંગ કંપની બાબ અલ બરશા સહિત અનેક કંપનીઓ પાસેથી મિથેનોલ જેવા ઈરાની મૂળના પેટ્રોકેમિકલ્સ ધરાવતા આશરે ૧૪ મિલિયન ડોલરના શિપમેન્ટની આયાત કરી હતી.
કંચન પોલિમર કંપની પર પણ અમેરિકા આરોપ છે કે તેણે તાનાઈસ ટ્રેડિંગ પાસેથી ૧.૩ મિલિયન ડોલરથી વધુ કિંમતના ઈરાની મૂળના પેટ્રોકેમિકલ ઉત્પાદનો, જેમાં પોલિઇથિલિનનો સમાવેશ થાય છે, આયાત અને ખરીદી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ બધી ભારતીય કંપનીઓને ઈરાનથી પેટ્રોકેમિકલ ઉત્પાદનોની ખરીદી- વેચાણ, પરિવહન અથવા માર્કેટિંગ માટે જાણી જોઈને મહત્વપૂર્ણ વ્યવહારમાં સામેલ થવા બદલ એક્ઝિક્યુટિવ ઓર્ડર ૧૩૮૪૬ ની કલમ ૩(એ)(૩) હેઠળ નિયુક્ત કરાઈ છે.
આ કંપનીઓની અમેરિકામાં રહેલી બધી સંપત્તિઓ અને અમેરિકન નાગરિકો/કંપનીઓ સાથેના તેમના વ્યવહારો તાત્કાલિક ફ્રીઝ કરવામાં આવ્યા છે. કોઈપણ અમેરિકન વ્યક્તિ કે કંપની આ પ્રતિબંધિત કંપનીઓ સાથે વ્યવસાય કરી શકશે નહીં.
પાકિસ્તાન સાથે ઓઈલ ડીલ
બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સાથે ઓઈલ ડીલની જાહેરાત કરી છે. આ ડીલ હેઠળ પાકિસ્તાનના ઓઈલ ભંડારનો વિકાસ કરવામાં આવશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે પાકિસ્તાન ભવિષ્યમાં ભારતને ઓઈલ વેચી શકે છે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યુ કે અમે પાકિસ્તાન સાથે એક ડીલ ફાઈનલ કરી છે, જેમાં અમેરિકા અને પાકિસ્તાન સંયુક્ત રીતે ત્યાંના વિશાળ ઓઈલ ભંડારનો વિકાસ કરશે. આ ભાગીદારી માટે એક ઓઈલ કંપનીની પસંદગી કરવામાં આવશે. કદાચ એક દિવસ તેઓ ભારતને પણ ઓઈલ વેચશે.
ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે થોડા કલાકો પહેલાં જ તેમણે ભારત પર ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial