Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમેરિકામાં ટ્રમ્પનું એલર્ટઃ બાર દેશોને સુનામીની ચેતવણીઃ લાખો લોકોનું સ્થળાંતરઃ ૧૬ ફૂટ ઊંચા દરિયાઈ મોજાઃ ફફડાટ
નવી દિલ્હી તા. ૩૦: રશિયામાં ૮.૮ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદથી અનેક દેશોમાં ફફડાટની સ્થિતિ જોવા મળી રહી છે. રશિયા, જાપાન અને અમેરિકા ત્રણેય દેશોમાં સુનામીનું એલર્ટ જાહેર કરાયું છે ત્યારે રશિયા અને જાપાનમાં સુનામીની એન્ટ્રી થઇ ગઈ હોવાના અહેવાલ છે. આથી વૈશ્વિક ફફડાટ ફેલાયો છે.
આજે સવારે રશિયાના કામચટકા નજીક ૮.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. રોઈટર્સના જણાવ્યા અનુસાર કામચટકામાં ૧૬ ફૂટ ઊચાં સુનામીનાં મોજા ઊછળ્યાં છે. આના કારણે ઘણી ઈમારતોને નુકસાન થયું છે.
જાપાનના એનએચકે ટેલિવિઝન અનુસાર, લગભગ ૧ ફૂટ ઊંચા સુનામીના પ્રથમ મોજાં દેશના પૂર્વ કિનારા સુધી પહોંચી ગયા છે.
યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનથી ૧૯.૩ કિલોમીટર નીચે હતું. એજન્સીના જણાવ્યા અનુસાર, ભારતીય સમય મુજબ સવારે ૪.૫૪ વાગ્યે ભૂકંપ આવ્યો હતો.
ભૂકંપ જાપાનના ચાર મુખ્ય ટાપુઓમાંથી સૌથી ઉત્તરીય હોકકાઈદોથી લગભગ ૨૫૦ કિલોમીઈટર દૂર આવ્યો હતો અને તેનો આંચકો કિલોમીટર દૂર આવ્યો હતો અને તેનો આંચકો હળવો અનુભવાયો હતો.
જાપાનમાં સુનામીનું એલર્ટ જાહેર કરાયા બાદથી લોકો ધાબે ચઢી ગયા હતાં. લોકોને ઈમારત પર ઉભેલા વીડિયો જોઈ શકાય છે. પેસેફિક વોર્નિંગ સેન્ટર કહે છે કે હવાઈ, ચિલી અને જાપાન તથા સોલોમન ટાપુ પર સુનામીની સ્થિતિ સર્જાઈ છે. જાપાનમાં ૧૬ જગ્યાએ સુનામીએ દસ્તક આપી છે. આ દરમિયાન સમુદ્રમાં ૪૦ સે.મી. ઊંચા મોજા જોવા મળ્યા હતાં. ઈશિનોમાકી પોર્ટ પર સમુદ્રમાં પચાસ સે.મી. ઊંચા મોજા જોવા મળ્યા હતાં. જાપાના હોકકાઈદોમાં પણ સુનામીની લહેરો જોવા મળી હતી.
રશિયામાં આવેલા ભૂકંપ બાદ પેરુ, ઇક્વાડોર અને ચીનમાં પણ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. એએફપીના અહેવાલ મુજબ, પેરુ અને ઇક્વાડોરના ગાલાપાગોસ ટાપુઓમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
સાવચેતીના પગલા તરીકે કેટલાક વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહૃાા છે. રશિયાના કામચાટકા દ્વીપકલ્પમાં આવેલા ભૂકંપના કેન્દ્રથી આ વિસ્તારો લગભગ ૧૩,૦૦૦ કિલોમીટર (૮,૦૦૦માઇલ) દૂર હોવા છતાં, સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને હજુ પણ સાવધાની રાખવામાં આવી રહી છે.
આ ઉપરાંત, પૂર્વી ચીનના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીના મોજા પહોંચવાની શક્યતા છે. અધિકારીઓને પરિસ્થિતિ પર નજર રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
યુએસની ભૂકંપ એજન્સી દ્વારા એલર્ટ જાહેર કરાયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સુનામીની ચેતવણી જાહેર કરી હતી. તેમણે ટ્રુથ પર પોસ્ટમાં જણાવ્યું કે કેલિફોર્નિયા અને તટીય વિસ્તારોમાં સુનામી આવી શકે છે એટલે લોકો સાવચેત રહે. ઉલ્લેખનીય છે કે રશિયામાં શકિતશાળી ભૂકંપ બાદ અનેક ઈમારતોને નુકસાન થયાની તસવીરો સામે આવી છે. દરિયામાં પણ સુનામીની એકિટવિટી જોવા મળી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial