Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છત્તીસગઢમાં જેસીપી અધ્યક્ષ અમિત બઘેલે
છત્તીસગઢમાં ભગવાન શ્રી ઝુલેલાલજી વિશે એલફેલ બકવાસ કરનાર સામે કડક પગલાં લેવાની માગણી સાથે જામનગરમાં સિંધી સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. છત્તીસગઢ રાજ્યના રાયપુરમાં જેસીપી અધ્યક્ષ અમિત બઘેલ દ્વારા સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલજી વિશે અયોગ્ય, અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. આથી સિંધી સમાજની લાગણીને તથા સમાજની ધાર્મિક અને સામાજિક લાગણીને ઠેંસ પહોંચી છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જામનગરમાં પણ ગઈકાલે સાંજે સિંધી સમાજની બાઈક રેલી નીકળી હતી અને અમિત બઘેલ મુર્દાબાદ અને સિંધીયન કા અપમાન નહીં સહેંગે, અપને ઈષ્ટદેવ કા અપમાન નહિં સહેંગે. અમિત બઘેલ માફી માગે જેવા સૂત્રો પોકાર્યા હતાં. આ રેલી જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને ત્યાં આવેદનપત્ર પાઠવ્યું હતું તથા અમિત બઘેલ સામે કાયદેસર કાર્યવાહી કરવા મગણી કરી હતી, અને જો એક અઠવાડિયામાં અમિત બઘેલ માફી નહીં માગે તો આંદોલન કરવાની ચિમકી આપી હતી. આ કાર્યક્રમમાં સિંધી સમાજ જામનગરના ચેરમેન પરમાણંદભાઈ ખટ્ટર, પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી, સેક્રેટરી કિશોરભાઈ સંતાણી સહિત સમાજના ભાઈઓ-બહેનો વિશાળ સંખ્યામાં જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial