Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની રોટરી કલબ દ્વારા વિધવા અને ડીવોર્સી બહેનોના બાળકોને સ્કોલરશીપ

પિતાની છત્રછાયા ગુમાવનારાઓને ઉચ્ચ અભ્યાસાર્થે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: જામનગરમાં ૧૩ વર્ષથી સમાજમાં શિક્ષણનું સ્તર અને ગુણવત્તા વધે તે હેતુથી રોટરી કલબ જામનગર દ્વારા શ્રી કમળાબેન ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ અને સુમરિયા ઈન્ડસ્ટ્રીઝ રાજહંસ મેટલ્સ પ્રા. લિ. પ્રગતિપથ એજ્યુ. ચેરિટેબલ ટ્રસ્ટ, શાહ એડ્યુકેશન એન્ડ મેડિકલ ફાઉન્ડેશન, મનીષ હરખચંદ શાહ, લોકપ્રિયા સ્કૂલ વિરલ જૈન, રક્ષા જૈન, ભાવેશ શેઠ, અને ચિંતન કમલેશ સાવલાના સહયોગથી વર્ષ ૨૦૨૫-૨૬ માટે જામનગરના ૬૦%થી વધુ માર્કસ લેનાર વિધવા અને ડીવોર્સી બહેનોના જેમણે પિતાની છત્રછાયા નથી તેવા બાળકોને ઉચ્ચ અભ્યાસ અર્થે સ્કોલરશીપ આપવામાં આવશે.

સ્કોલરશીપ માટેના અરજી પત્રકો આધાર કાર્ડ, છેલ્લે આપેલ પરીક્ષાની માર્કશીટની ઝેરોક્ષ નકલ, વિધવા અને ડીવોર્સી બહેનોના આધાર પૂરાવાની ઝેરોક્ષ નકલ અને બેંકની પાસબૂક અથવા ચેક ની નકલ સાથે સ્વયંમ ફોર્મ તા. ૭ જુલાઈ ૨૦૨૫ થી ૨૫ જુલાઈ ૨૦૨૫ સુધીમાં સાંજે ૪ થી ૬ દરમ્યાન શ્રી સરોજમાં અને સશીભાગત રોટરી ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર, રોટરી હોલ, ફાયર બ્રિગેડ પાસે, મહાનગરપાલિકા કમ્પાઉન્ડ, જામનગરમાંથી મેળવી પરત કરવાના રહેશે.

વિશેષ પૂર્ણ થયેલ વર્ષમાં ૬૦%થી વધુ ગુણ મેળવનાર વિધવા અને ડીવોર્સી બહેનોના બાળકો આગલા વર્ષમાં પ્રવેશ મળી ગયા બાદ જ અરજી કરવાની રહેશે.

અરજી ફોર્મ સ્વયંમ વિદ્યાર્થીઓએ અથવા વિદ્યાર્થીની માતાએ જરૂરી આધાર પૂરાવાની ઝેરોક્ષ નકલ સાથે તા. ૩૧ મી જુલાઈ ૨૦૨૫ સુધીમાં મેળવી પરત કરવાના રહેશે. વધુ માહિતી માટે લલીત જોશી (મો.૯૮૨૫૮૫૫૩૩૬), બ્રિજેશ ઝવેરી (મો.૯૮૭૯૫૨૧૮૭૯) નો સંપર્ક કરવો તેમ રોટરી કલબ જામનગર પ્રેસિડેન્ટ હિતેશ ચંદરીયા, સેક્રેટરી નિહાર માલદે, પ્રોજેકટ ચેરમેન મિલન શાહે જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh