Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રીજા સાગરિતનું તસ્કરોએ નામ આપ્યું:
જામનગર તા. ૪: ધ્રોલ-રાજકોટ ધોરીમાર્ગ પર લૈયારા ગામ પાસે એક મોબાઈલ ટાવરની સાઈટ પર ગયા રવિવારની રાત્રે ઘૂસી ગયેલા શખ્સોએ અંદરથી રૂ. પોણા બે લાખની કિંમતની ૪૫ બેટરીની ચોરી કરી હતી તેની તપાસમાં ધ્રોલ પોલીસે બે શખ્સને ચોરાઉ બેટરી સાથે પકડી પાડ્યા છે.
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ધ્રોલથી આગળના લૈયારા ગામ પાસે સોમનાથ હોટલ સામે રાજકોટ ડિસ્ટ્રીક્ટ ઈન્ડસ કંપની દ્વારા ઉભા કરવામાં આવેલા મોબાઈલ ટાવરમાં ગઈ તા.૩૦ની રાત્રિના બે વાગ્યાથી ચાર વાગ્યા દરમિયાન ચોરી થઈ હતી.
આ સ્થળ પર ઘૂસી ગયેલા કોઈ શખ્સોએ મોબાઈલ ટાવરના સેન્ટરના દરવાજાનો લોક તોડી નાખી અંદર ઘૂસ્યા પછી ર૪-ર૪ બેટરી જેમાં રાખવામાં આવી હતી તેવા બે સેલમાંથી એક સેલમાં પડેલી અમર રાજા કંપનીની ૬૦૦ વોલ્ટની ર૧ બેટરી તેમજ બીજા સેલમાં પડેલી ૬૦૦ વોલ્ટની એક્સાઈઝ કંપનીની ર૪ બેટરી મળી કુલ રૂ. ૧ લાખ ૮૦ હજારની કિંમતની ૪પ બેટરી ઉઠાવી લીધી હતી.
તેની ફરિયાદ આ કંપનીમાં નોકરી કરતા રાજકોટના દિનેશસિંગ રાજપૂતે ધ્રોલ પોલીસ મથકમાં નોંધાવી હતી. પીઆઈ એચ.વી. રાઠોડના વડપણ હેઠળ પોલીસે તપાસ શરૂ કરી હતી. મોબાઈલ ટાવરમાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરા તેમજ હાઈવે પરના સીસીટીવી ફૂટેજ નીહાળતા પોલીસને તસ્કરોના સગડ મળ્યા હતા.
ત્યારપછી મોરબીની ત્રિલોકધામ સોસાયટીમાં રહેતા સામુ મનોજ આમેણીયા, મૂળ મોરબીના બગધરા ગામના વતની અને હાલમાં રાજકોટમાં રૈયાધાર પર રહેતા શાયર દલસુખ મકવાણા નામના બે શખ્સને ટંકારા ધોરીમાર્ગ પરથી બોલેરો સાથે દબોચી લેવામાં આવ્યા હતા. આ શખ્સોની પૂછપરછ કરાતા તેઓએ ઉપરોક્ત ચોરીની કબૂલાત આપી પોતાના સાગરિત મોરબીના આકાશ સુરેશ વિકાણીનું નામ આપ્યું છે. પોલીસે જીજે-૩૬-વી ૩૧૬૦ નંબરની બોલેરો, બે મોબાઈલ, ૪૫ ચોરાઉ બેટરી મળી કુલ રૂ. ૪ લાખ ૯૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યાે છે. સામુ શાયર સામે રાજકોટ, અમરેલી તથા ધ્રોલ પોલીસ મથકમાં સાત ગુન્હા નોંધાયેલા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial