Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દસ લાખ સુધીની સારવાર મળવાપાત્ર છે
ખંભાળિયા તા. ૭: વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્માન વય વંદના કાર્ડ કઢાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા અનુરોધ કરાયો છે.
એનએફએસએ રાશનકાર્ડ ધરાવતા વ્યક્તિના પરિવારમાં ૭૦ વર્ષથી મોટી ઉમરના સભ્ય હોય તો તેમને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન કાર્ડ) નો લાભ મળવાપાત્ર છે. પીએમજય યોજના અંતર્ગત એનએફએસએના લાભાર્થીઓને વય વંદના સ્કિમ અંતર્ગત સરકાર તરફથી પરિવાર દીઠ રૂ. ૧૦ લાખ સુધીની સારવાર જોડાયેલ હોસ્પિટલમાં મળવાપાત્ર છે.
આ આયુષ્માન કાર્ડ દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ સરકારી દવાખાના (આરોગ્ય કેન્દ્રો- ડીએચ, એસડીએચ, પીએચસી, સીએચસી, એએએમ) તેમજ ઇ-ગ્રામ કેન્દ્રમાં કઢાવી શકાશે. આ ઉપરાંત લાભાર્થી પોતે પણ આયુષ્માન એપ્લીકેશન અથવા હ્વીહીકૈષ્ઠૈટ્ઠિઅ.હરટ્ઠ.ર્ખ્તદૃ.ૈહ પોર્ટલ પરથી કાર્ડ બનાવી શકે છે. દ્વારકા જિલ્લાના એનએફએસએ રાશનકાર્ડ ધરાવતા તમામ નાગરિકોને તેમજ ૭૦ વર્ષથી ઉપરના લાભાર્થીઓના વય વંદના સ્કિમ અંતર્ગત આયુષ્માન કાર્ડનો વધુમાં વધુ લાભ મેળવવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સી.બી. ચોબિશા દ્વારા આરોગ્ય શાખાની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial