Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ન્યુનત્તમ તાપમાન ૧પ.પ ડીગ્રી

બેવડી ઋતુની અનુભૂતિ વચ્ચે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામનગરમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહયો છે. બપોરે ગરમી તો રાતથી વહેલી સવાર સુધી ઠંડી પડી રહી છે. છેલ્લા ચોવીસ કલાકમાં બે ડીગ્રી સુધી ગગડીને ન્યુનત્તમ તાપમાનનો પારો ૧પ.પ ડીગ્રીએ પહોંચી ગયો હતો.

જામનગરમાં હાલ બેવડી ઋતુનો દોર ચાલી રહ્યો છે. રાતથી લઈને પરોઢિયા સુધી ઠંડી તો બપોરે ગરમી પડી રહી છે. ઠંડીનું જોર ઘણું જ ઘટી ગયું છે અને ગરમીનું પ્રમાણ ધીમે-ધીમે વધી રહ્યું છે. આમ ઉનાળાનું આગમન વહેલું થઈ રહ્યો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. જામનગરમાં ઠંડી અને ગરમીભરી મિશ્ર ઋતુ વચ્ચે બે ડીગ્રીના વધારા ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૧પ.પ ડીગ્રી,જ્યારે અઢી ડીગ્રી વધીને મહત્તમ તાપમાન ૩ર ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૧ ટકાએ સ્થિર રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh