Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હરકતમાં આવેલી પોલીસે એક ટોળકીની હાથ ધરી પૂછપરછઃ
ખંભાળિયા તા. ૮: ખંભાળિયાના શક્તિનગરમાં વસવાટ કરતા એક મહિલાના રવિવારે સવારથી બપોર સુધી પાંચ કલાક બંધ રહેલા મકાનમાં ચોરી થઈ છે. મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘૂસેલા તસ્કરોએ અંદરથી સોનાનો ચેઈન, કંઠી, મગમાળા, વીટી, ચાંદીના સાંકળા અને રોકડ મળી રૂ.૬ લાખ ઉપરાંતની મત્તા ઉઠાવી હતી. હરકતમાં આવેલી પોલીસે એક ટોળકીની અટકાયત કરી લીધાનું જાણવા મળી રહ્યું છે.
ખંભાળિયા શહેરના શક્તિનગર નજીક શિરૂ વાડી પાણાખાણ પાસે વસવાટ કરતા મંજુબેન જેઠાભાઈ રાઠોડ નામના મહિલા ગયા રવિવારે સવારે દસેક વાગ્યે પોતાના પરિવાર સાથે બહાર ગયા પછી બપોરે ત્રણેક વાગ્યે જ્યારે પરત આવ્યા તે દરમિયાન કોઈ તસ્કરો તેમના ઘરના દરવાજાનું તાળુ તોડી ચોરી કરી ગયો હતો.
અંદર ઘૂસી ગયેલા તસ્કરે સાડા ત્રણેક તોલાનો સોનાનો ચેઈન, ત્રણ તોલાની સોનાની કંઠી, અડધા તોલાની સોનાની ત્રણ વીટી, ત્રણ તોલાની પેંડલવાળી મગમાળા, ચાંદીના સાંકળા તથા રૂ.૧૬ હજાર રોકડા મળી કુલ રૂ.૬ લાખ ર૪ હજારની મત્તા ચોરી કરી લીધી હતી. આ બાબતની ગઈકાલે મંજુબેને ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ઉપરોક્ત ફરિયાદ પરથી ડીવાયએસપી વિસ્મય માનસેતાના માર્ગદર્શન પીઆઈ બી.જે. સરવૈયા તથા પોલીસ કાફલાએ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. જેમાં ચોર ટોળકી ઝડપાઈ ગયાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે આ ટોળકીના કેટલાક સદસ્યોની અટકાયત કરી લીધી છે અને ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે. સાંજ સુધીમાં ચોરીનો ભેદ ઉકેલાઈ જશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial