Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના શખ્સની પોક્સો તથા આઈપીસીના ગુન્હામાં ફરમાવાઈ મુક્તિ

સગીરાને પજવણીનો નોંધાયો હતો ગુન્હોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામજોધપુર પંથકમાં વસવાટ કરતી એક સગીરાએ પોતાને હેરાન કરતા શખ્સ સામે પિતાને રજૂઆત કર્યા પછી પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. પોલીસે આઈપીસી તથા પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો હતો. આ કેસ ચાલી જતા આરોપીનો છૂટકારો ફરમાવાયો છે.

જામજોધપુર પંથકમાં વસવાટ કરતી એક સગીરા સાથે કેટલાક વખત પહેલાં મુસ્તુફા મહંમદહુસેન પરમાર ઉર્ફે તન્વીર નામનો શખ્સ પરિચયમાં આવ્યા પછી મિત્રતાના સંબંધમાં મુસ્તુફાએ મોબાઈલમાં ફોટા પાડી ધમકી આપી પૈસાની માગણી કર્યાની તથા પજવણી કર્યાની રાવ સગીરાના પિતાને કરાતા તેઓને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. આ બાબતની પોલીસમાં ફરિયાદ થતાં પોલીસે આરોપી સામે આઈપીસી તથા પોકસો એકટ હેઠળ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આ કેસ ચાલી જતા અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ પ્રકાશ પરમાર, જયદીપ મકવાણા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh