Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧૧-૭-૨૦૨૫ ના રોજ સવારે ૧૦ કલાકે....
સેન્સેક્સ, નિફટી બેઝડ સાવચેતીમાં તેજીનો વેપાર હળવો થતા સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વ પર તેના એક પછી એક ટેરિફ બોમ્બ ઝિંકતા રહીને અનિશ્ચિતતા સાથે અસ્થિરતા સર્જવાનું ચાલુ રાખી અમેરિકામાં કોપરની આયાત પર ૫૦% ડયુટી લાદવાનું જાહેર કરતાં અને ફાર્મા પર આકરી ડયુટી લાદવાના સંકેત સાથે ૧૪ દેશો પર ટેરિફનો નિર્ણય જાહેર કરતાં વૈશ્વિક બજારોનું સેન્ટીમેન્ટ ડોહળાતા તેની નેગેટીવ અસર ભારતીય શેરબજારમાં પણ જોવા મળી હતી.
ભારત સાથે ટ્રેડ ડિલ પૂર્વે મીનિ ટ્રેડ ડિલ થવાની અટકળો અને કૃષિ, ડેરી જેવા ક્ષેત્રોને અમેરિકા માટે ભારત ખુલ્લા મૂકવા તૈયાર નહીં હોઈ અન્ય ક્ષેત્રો ઓટોમોબાઈલ, ફાર્મા સહિત પર આકરાં ટેરિફની શકયતાએ ફંડોએ આજે નવી તેજીમાં સાવચેતી બતાવી હતી.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૨૮%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૨૭% અને નેસ્ડેક ૦.૦૯% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૫% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૫૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૩૬ અને વધનારની સંખ્યા ૧૬૬૪ રહી હતી, ૧૫૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂા.૯૭૨૫૨ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂા.૯૭૩૫૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂા.૯૭૧૫૧ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૫૫૯ પોઈન્ટના ઉછાળા સાથે રૂા.૯૭૨૫૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સપ્ટેમ્બર સિલ્વર રૂા.૧,૦૯,૩૩૩ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂા.૧,૧૦,૫૫૯ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂા.૧,૦૯,૩૩૩ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૩૦૦ પોઈન્ટના ઉછાળા સાથે રૂા.૧,૧૦,૪૨૩ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સેક્ટર મુવમેન્ટ... ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર એફએમસીજી, હેલ્થકેર, યુટિલિટી, સર્વિસ, પાવર, બેન્કેકસ અને મેટલ સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.
બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં હિન્દુસ્તાન યુનીલીવર, એક્સીસ બેન્ક, એશિયન પેઈન્ટ્સ, પાવર ગ્રીડ કોર્પ., એનટીપીસી લિ., સન ફાર્મા, સ્ટેટ બેન્ક અને ટાટા સ્ટીલ જેવા શેરો ૪.૫૦% થી ૦.૨૫% સુધીના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા, જયારે ટીસીએસ લિ., મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઈન્ફોસીસ લિ., ભારતી એરટેલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ, બજાજ ફિનસર્વ જેવા શેરો ૨.૦% થી ૦.૫૦% સુધીના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.
સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....
ભારતી એરટેલ (૧૯૫૭) : ટેલિકોમ - સેલ્યુલર અને ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂા.૧૯૧૯ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂા.૧૯૦૯ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂા.૧૯૭૩ થી રૂા.૧૯૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ. ૧૯૯૩ ઉપર તેજી તરફી ધ્યાન...!!
લુપિન લિ. (૧૮૯૮) : ફાર્મા સેક્ટરના આ સ્ટોક રૂ. ૧૮૭૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ. ૧૮૪૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ. ૧૯૧૩ થી રૂ. ૧૯૨૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!
અદાણી પોર્ટ્સ (૧૪૪૫) : રૂ. ૧૪૨૪ નો પ્રથમ તેમજ રૂ. ૧૪૦૮ બીજા સપોર્ટથી પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ. ૧૪૬૩ થી રૂ. ૧૪૭૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે...!!
આઈસીઆઈસીઆઈ બેન્ક (૧૪૩૦) : પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ. ૧૪૪૭ થી રૂ. ૧૪૬૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ. ૧૩૯૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!
બજારની ભાવિ દિશા.... મિત્રો, અમેરિકા- ભારત વચ્ચેની ટ્રેડ ડીલમાં કંઈક અડચણો ઊભી થઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. આમ તો અમેરિકા ટેરિફ ડેડલાઇન વધારવા માંગતા ન હતા અને તેમણે ભારત પ્રત્યે પણ નરમ વલણ અપનાવ્યું હતું. જોકે ટેરિફ મામલે બંને દેશો વચ્ચે હજુ કોઈ સંમતિ થઈ શકી નથી. અમેરિકાએ ૧૦% ટેરિફ યથાવત્ રાખવાની ઇચ્છા વ્યક્ત કરી છે, જ્યારે ભારત કેટલાક સેક્ટર્સમાં ૧૦% ટેરિફ શૂન્ય કરવા પ્રયાસ કરી રહ્યું છે. આ પહેલા એપ્રિલ માસમાં અમેરિકન વાઇસ પ્રેસિડન્ટ જેડી વાન્સ ભારતની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે ટ્રેડ ડીલની વાટાઘાટો માટેની ટર્મ્સ ઑફ રેફરન્સને અંતિમ સ્વરૂપ આપ્યું હતું.
ભારતની કુલ નિકાસમાંથી ૧૯% થી વધુ નિકાસ અમેરિકામાં થાય છે અને અમેરિકા ભારતની સૌથી મોટી નિકાસ બજાર છે. ભારત તથા અમેરિકા વચ્ચે વિસ્તૃત વેપાર કરારને કારણે અમેરિકા ખાતે ભારતની નિકાસમાં વધારો થશે એટલુ જ નહીં દેશના ઉત્પાદન ક્ષેત્રને પણ બળ મળશે. ઉપરાંત, ટ્રેડ ડીલથી અમેરિકા ખાતે ભારતની નિકાસ એક દાયકામાં બમણી થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે તેથી આગામી દિવસોમાં ભારત-અમેરિકા વચ્ચે ડિલ પર ભારતીય શેરબજારની નજર રહેશે.