Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેષ સાહિત બે રાશિના જાતકોને કામની પ્રસંશા થાય, વિલંબમાં પડેલા કામનો ઉકેલ આવે
Aries (મેષ: અ-લ-ઈ)
આપના કામની કદર-પ્રસંશા થવાથી આનંદ જણાય. સહકાર્યકર, નોકર-ચાકરવર્ગનો સહકાર મળી રહે.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૪-૨
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના કામમાં પ્રતિકૂળતા જણાય. ઘરની ચિંતાના લીધે કામમાં મન લાગે નહીં. જમીન-મકાન અંગે ચિંતા રહે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૮-૬
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. વાણીની મીઠાશથી કામ લેવું.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૯
Cancer (કર્ક: ડ-હ)
રાજકીય-સરકારી કામકાજ અંગે દોડધામ-વ્યસ્તતા જણાય. પ્રારંભિક પ્રતિકૂળતા બાદ કામનો ઉકેલ આવે.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૧-૪
Leo (સિંહ: મ-ટ)
આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. આપના કામમાં અન્યનો સહકાર મળી રહે.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૫-૭
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. સામાજિક કામમાં આપે સાવધાની રાખવી જરૂરી છે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૬
Libra (તુલા: ર-ત)
દિવસ પસાર થાય તેમ આપને રાહત જણાય. આપના કામમાં સાનુકૂળતા થતી જાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૩-૯
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જમીન-મકાન-વાહનની લે-વેંચમાં સાનુકૂળતા રહે.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૧-૪
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા થતી જાય. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૨-૬
Capricorn (મકર: ખ-જ)
આપે કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. નાણાકીય રોકાણ-વ્યવહારના કામમાં મુશ્કેલી જણાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૫-૭
Aquarius (કુંભ: ગ-શ-સ)
માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા અનુભવાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૯
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૬