Advertisement
Author: નોબત સમાચાર

લખતરના ભાસ્કરપરા નજીક પદયાત્રીઓ પર ટ્રક ફરી વળતા ૭ ના મૃત્યુઃ હાહાકાર

રાજકોટના ગઢકાથી ભરવાડ સમાજનો સંઘ બહુચરાજી ચાલીને જતો હતોઃ ૩ પદયાત્રી ગંભીરઃ

                                                                                                                                                                                                      

વઢવાણ તા. ૧૩: રાજકોટના ગઢકાથી ભરવાડ સમાજના પદયાત્રિકો સંઘ લઈને બહુચરાજી જતા હતાં ત્યારે કાળમૂખા બેકાબૂ ટ્રકે કચડી નાખતા ૬ લોકોના મૃત્યુ થતા હાહાકાર મચી ગયો છે. ત્રણ પદયાત્રીઓ ગંભીર સ્થિતિમાં સારવાર હેઠળ છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈ-વે ઉપર અકસ્માત સર્જાતા રાજકોટ પંથકના ભરવાડ સમાજના ૬ વ્યક્તિ અન એક ડમ્પર ચાલક સહિત ૭ ના મોત થતા હાહાકાર મચી ગયો છે. રાજકોટ-ભાવનગર હાઈ-વે ઉપર આવેલા ગઢકા ગામથી ભરવાડ સમાજ સહિત પ૦૦ જેટલા પદયાત્રિકો બહુચરાજીના મેરા ગામે આવેલા શ્રી તટેશ્વર મહાદેવ મંદિરે જઈ રહ્યા હતાં, ત્યારે કાલેે રાત્રિના આ પદયાત્રિકોનો સંઘ ૧-૩૦ વાગ્યે લખતર-વિરમગામ હાઈ-વે ઉપર આવેલ ભાસ્કરપરાના પાટિયા નજીક પહોંચ્યો હતો, ત્યારે બેકાબૂ ટ્રકે આ પદયાત્રિકોને હડફેટે લીધા હતાં.

આ કાળમૂખા ટ્રકચાલકે પહેલા રોડ ઉપર પંચર કરી ડમ્પરચાલકને હડફેટે લીધા પછી આ બેકાબૂ ટ્રક પદયાત્રિકો ઉપર ફરી વળ્યો હતો, જેમાં ઘટના સ્થળે પાંચ મહિલા અને ર પુરુષોના મોત થયા હતાં, જ્યારે ૩ ને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માતમાં મચ્છાભાઈ કરનભાઈ મુંધવા તેમના પત્ની જીલુબેન મચ્છાભાઈ મુંધવા, મચ્છાભાઈના બહેન રાણીબેન મંગાભાઈ લાલબડિયા, જીલુબેન વેલાભાઈ (ડુંગરપુર), વિજ્યાબેન પ્રવિણભાઈ મુંધવાનું મોત થયું છે, જ્યારે ડમ્પરચાલકનો પણ ભોગ લેવાતા આ અકસ્માતમાં ૭ ના ભોગ લેવાતા અરેરાટી વ્યાપી ગઈ છે.

આ અકસ્માતની જાણ થતા લખતર તથા વિરમગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતની જાણ થતાં જ રાજકોટના પ્રવિણભાઈ ધુધાભાઈ મુંધવા, ભરતભાઈ નારણભાઈ મુંધવા, ભરતભાઈ ત્રાડ, મુળદાસભગત (ડેડિયાધામ) સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતાં.

કુદરતનો ખેલ કહી કે નસીબની બલિહારી, આયોજકના પિતાનું અવસાન થતાં તેઓ પદયાત્રામાં ન હતાં અને પિતાની અંતિમવિધિ સહિતના કાર્યમાં હતાં!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh