Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિ.પં.ની ર૪ બેઠકોમાંથી ૧૧ બેઠકો માટે ભાજપના ઉમેદવારોના 'સંભવિત' નામ...!

'નો રીપીટ' થીયરીનો અમલ...!!!

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા જામનગર જિલ્લા પંચાયતની તમામ ર૪ બેઠકો માટે ઉમેદવારોની પસંદગી પૂર્ણ કરી લેવામાં આવી છે, જેમાં અગિયાર બેઠકો માટેના ભાજપના ઉમેદવારોના નામ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યા છે, જો કે તમામ ર૪ ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત આજે બપોર પછી કે સાંજે થનાર છે.

અગિયાર બેઠક માટે રાજેશભાઈ ઉધામના પત્ની, ધુતારપુર બેઠક માટે મનુબેન લાખાભઈ ઠુંગા, મોરકંડા બેઠક માટે નાથાભાઈ વારસાકિયાના પત્ની, આમરા બેઠક માટે મહેન્દ્રસિંહ જાડેજા, ચેલા બેઠક માટે જીતુભાઈ કણઝારિયાના પત્ની, ધુંવાવ બેઠક માટે સુનિલભાઈ રાઠોડ, જોડિયા બેઠક માટે રાજેશ મકવાણા અથવા વરજાંગ ખીમલિયા, પીઠડ બેઠક માટે મયુરીબેન મૌલિકભાઈ ગોધાણી અથવા હર્ષિદાબેન ભરતભાઈ દલસાણિયા, ખારવા બેઠક માટે ભગીરથસિંહ જાડેજા અથવા લખધીરસિંહ જાડેજા, લતીપુર બેઠક માટે કલ્પેશભાઈ માલાણી અને પીપરટોડા બેઠક માટે ભરતભાઈ અકબરીના નામની જાહેરાત થઈ શકે છે.

ભાજપ દ્વારા તેમના ઉમેદવારોને આવતીકાલે ઉમેદવારી પત્ર રજૂ કરવાની સૂચના આપવામાં આવી હોય, જામનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનુંતમામ બેઠકો માટેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

'નો રીપીટ'

પક્ષના અંતરંગ સૂત્રોમાંથી જે રીતે ર૪ બેઠકો માટેના ઉમેદવારોની પસંદગી થઈ છે તેમાં તમામ સત્તર પૂર્વ સદસ્યોના નામની બાદબાકી કરી દેવામાં આવી હોવાનું અર્થાત્ 'નો રીપીટ' થિયરીનો હિંમતભર્યો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh