Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધન સહિત બે રાશિના જાતકોને સમસ્યાઓનું નિરાકરણ આવી શકે. મિલન-મુલાકાત ફળદાયી બની રહે
Aries (મેષ: અ-લ-ઈ)
આપના વિરોધીના હાથ હેઠાં પડતા જણાશે. કદુરતની આપને તક મળે. સંતાનના કામ થવાથી રાહત જણાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૩
Taurus (વૃષભ: બ-વ-ઉ)
ધાર્યા કામકાજ આડે કોઈ અંતરાય હશે તો તેનો હલ કરવાનો માર્ગ મળે. લાભની તક મળવાથી રાહત થાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૪-૯
Gemini (મિથુન: ક-છ-ધ)
આર્થિક તંગીનો ઉપાય મળે. સ્વજનોનો સાથ-સહકાર મળે. સામાજિક-ધાર્મિક કાર્ય અંગે સાનુકૂળતા મળી રહે.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૧
Cancer (કર્ક: ડ-હ)
તણાવ મૂક્તિ અને ચિંતા હળવી કરવાના યૌગિક-આધ્યાત્મિક વ્યવહાર ફળે. નાણાભીડનો ઉપાય મળવાથી રાહત રહે.
શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૫-૩
Leo (સિંહ: મ-ટ)
આપના માર્ગ આડેના અંતરાયને પાર કરવામાં વિલંબ વધતો જણાય. ગૃહ જીવનમાં સાનુકૂળતા મળી રહે.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૭
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપની અગત્યની કામગીરીઓમાં વિલંબ-વિઘ્ન આવ્યા બાદ પ્રગતિ કરી શકો. કૌટુંબિક કલેશ ટાળવી.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૪-૯
Libra (તુલા: ર-ત)
લાભ યા સફળતા અટકતા લાગવાથી વધુ પ્રયત્નો કરવા જરૂરી બને. પડવા-વાગવાથી આપે સાવધાની રાખવી.
શુભ રંગઃ પોપટી - શુભ અંકઃ ૬-૮
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપની સામાજિક અને વ્યાવસાયિક બાબતો અંગે સંજોગો સુધરતા લાગે. ખર્ચ-ખરીદીના પ્રસંગો બની શકે.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૫
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપ આપની સમસ્યાઓને સુલઝાવી શકશો. મિલન-મુલાકાત ફળદાયી બની રહે. યાત્રા-પ્રવાસના સંયોગો બને.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૬
Capricorn (મકર: ખ-જ)
આપની ધીરજની કસોટી થતી લાગે. આપની ઉતાવળ ક્યારેક કામ લાગે નહીં. સંજોગો સમજીને ચાલવું.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૯
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના વિરોધીના હાથ હેઠા પડતા લાગે. મહત્ત્વની મુલાકાત ફળદાયી રહે. સંપત્તિના કામ થવાથી રાહત થાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૨-૮
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
મુંજવણોના ઝંઝાવાતોમાંથી બહાર આવી શકશો. કોઈ સફળતાની આશા રહે. મિત્રો-સ્નેહી-સ્વજનોની મદદ મળે.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૧-૪