Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાવનગર જિલ્લાના બે શખ્સે એલસીબીએ ઉપાડી લીધાઃ
ખંભાળિયા તા. ૧૬: દ્વારકામાં દર્શનાર્થે આવેલા જામજોધપુર પંથકના બે વૃદ્ધને કેફી પ્રવાહી પીવડાવી લૂંટી લેવાયાના બનાવમાં દ્વારકા એલસીબીએ ભાવનગર જિલ્લાના બે શખ્સને દબોચી રૂ।.૩ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી લીધો છે.
તાજેતરમાં દ્વારકા સ્થિત જગતમંદિરે ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા આવેલા જામજોધપુર પંથકના બે વૃદ્ધને વિશ્વાસમાં લઈ એકાંત સ્થળે લઈ જઈ શેરડીના રસમાં ધતૂરાનો પાવડર પીવડાવી દેવાયા પછી બેભાન બની ગયેલા આ વૃદ્ધો પાસેથી સોનાના ઠોરીયા અને રોકડ લૂંટી લેવાઈ હતી. જેની પોલીસમાં ફરિયાદ પછી ડીવાયએસપી સાગર રાઠોડની સૂચનાથી એલસીબી ટીમે પીઆઈ બી.જે. સરવૈયાના માર્ગદર્શન અને પીએસઆઈ બી.એમ. દેવમુરારીના વડપણ હેઠળ તપાસ આદરી હતી.
તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ પરથી કેટલાક શખ્સોના સગડ પ્રાપ્ત થયા હતા બેમાંથી બેની ઓળખ થવા પામી હતી. ભાવનગરના ઉમરાળાના કાળુ અમરશી વાઘેલા અને પાલીતાણાના માઈધર ગામના હરેશ બાબુ માતાચોરીયા ઉર્ફે હકલા નામના બે શખ્સને પોરબંદર રોડ પરથી પકડી લેવાયા હતા.
આ શખ્સોની પૂછપરછ કરાતા તેઓએ ઉપરોક્ત ગુન્હાની કબૂલાત આપવા ઉપરાંત સોનાના છ ઠોરીયા, બે મોબાઈલ, રોકડ કાઢી આપી હતી. એલસીબીએ કુલ રૂ।.૩ લાખ ૧૪ હજારનો મુદ્દામાલ કબજે કરી બંનેની અટકાયત કરી લીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial