Advertisement
Author: નોબત સમાચાર

જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ૨૨મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક

કુલપતિ ડો. વી.પી. ચોવટિયાના અધ્યક્ષસ્થાને

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જુનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગરમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કૃષિ ટેકનોલોજીના વિસ્તરણ અર્થે ૨૨મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠકનું આયોજન જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના કુલપતિ ડો. વી. પી. ચોવટિયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં કેવિકેના વડા ડો. કે. પી. બારૈયા દ્વારા વર્ષ ૨૦૨૫ દરમિયાન કરવામાં આવેલી કામગીરી અને વર્ષ ૨૦૨૬ માટેના લક્ષ્યાંકોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ ચર્ચામાં મુખ્યત્વે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા, મજૂરોની અછત સામે આધુનિક યાંત્રીકીકરણનો ઉપયોગ કરવા, નવીનતમ ટેકનોલોજીને ખેતર સુધી પહોંચાડવા અને જમીનમાં કાર્બનનું પ્રમાણ વધારવા માટે કચરો બાળવાને બદલે 'બાયો-ચાર' બનાવી જમીન સુધારણા કરવા જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત ખેતી પર વાતાવરણની અસરો અને ખેતી ખર્ચમાં ઘટાડો કરવા બાબતે પણ ગહન પરામર્શ થયો હતો.

આ પ્રસંગે યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એન. બી. જાદવ, બાજરા સંશોધન કેન્દ્રના વડા ડો. કે. ડી. મુંગરા તેમજ વિવિધ વિભાગના વૈજ્ઞાનિકો હાજર રહૃાા હતા. કાર્યક્રમમાં જામનગર જિલ્લાના કૃષિ, બાગાયત, પશુપાલન, આત્મા, નાબાર્ડ અને અન્ય વિભાગના અધિકારીઓ સહિત જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ પણ હાજરી આપી હતી. કુલપતિ ડો. વી. પી. ચોવટિયાએ વૈજ્ઞાનિકોને ભલામણ કરી હતી કે ખેડૂતો નવી પાક જાતોથી વાકેફ થાય અને ખેતીમાં આવતા રોગ-જીવાતના ઉકેલ માટે નવી ટેકનોલોજી વાપરે તેવા પ્રયાસો કરવા જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh