Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૭: લાલપુરના પીપરટોડા ગામ પાસે ગુરૂવારે સાંજે ચાલુ વરસાદે એક બાઈક સ્લીપ થયું હતું. આ અકસ્માતમાં રોડ પર પછડાયેલા હાલમાં જામનગરમાં રહેતા અને મૂળ રાજકોટના કોલકી ગામના યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃતકના ભાઈનંુ નિવેદન નોંધી આગળની કાર્યવાહી કરી છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી પ્રણામી ટાઉનશીપ-૩માં મકાન નં.૯પમાં રહેતા મૂળ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઝલકભાઈ કિરીટભાઈ ચાવડા નામના ૨૭ વર્ષના યુવાન ગુરૂવારે રાત્રે આઠેક વાગ્યે લાલપુર તાલુકાના પીપરટોડા ગામથી જામનગર આવવા માટે નીકળ્યા હતા.
તેઓનું જીજે-૩-એએન ૧૪૦૯ નંબરનું બાઈક જ્યારે પીપરટોડા ગામથી બે કિલોમીટર દૂર પહોંચ્યું ત્યારે ચાલુ વરસાદે કોઈપણ કારણથી તેમનું મોટરસાયકલ સ્લીપ થયું હતું. રોડ પર જોશભેર પછડાયેલા ઝલકભાઈને પેટ તથા મોઢા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી. સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા આ યુવાનનું સારવાર દરમિયાન શનિવારે મૃત્યુ નીપજ્યું છે.
મૃતકના મોટાભાઈ ઋતુભાઈ કિરીટભાઈ ચાવડાએ પોલીસને જાણ કરી છે. લાલપુર પોલીસે અપમૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial