Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામ્યુકો દ્વારા જુદા જુદા સ્થળોનું નિરીક્ષણઃ જમીનની મજબુતીની ચકાસણીઃ ટૂંક સમયમાં જાહેરાત
જામનગર તા. ૮: જામનગર મહાનગરપાલિકા દ્વારા શ્રાવણી મેળાનું આયોજન પ્રદર્શન ગ્રાઉન્ડ અને એમ પી શાહ કોલેજના મેદાનમાં બે ભાગમાં કરવા વિચારણા થઈ રહી હોવાનું જાણવા મળે છે.
જામનગર મહાનગર પાલિકા દ્વારા પ્રતિ વર્ષ શ્રાવણી મેળાનું આયોજન કરાય છે. પરંતુ આ વખતે રંગમતી નાગમતી ના મેદાનમાં રિવરફ્રન્ટને લીધે ખોદકામ કરી લેવાયું હોવાથી, તેમજ અડધા પ્રદર્શન મેદાનમાં હંગામી એસ.ટી. ડિવિઝન આવી ગયું હોવાથી પ્રદર્શન મેદાનમાં સંપૂર્ણ રીતે મેળો યોજી શકાય તેવી પરિસ્થિતિ ન હોવાથી મહાનગરપાલિકા દ્વારા મેદાન ની શોધખોળ ચલાવાતી હતી. અને દરમિયાન મહાનગર પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની ટીમ દ્વારા જુદા જુદા ૪ મેદાનનું નિરીક્ષણ કરાયા બાદ એમ.પી. શાહ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડ અને પ્રદર્શન મેદાનના અડધા ભાગમાં બે તબક્કામાં જન્માષ્ટમીનો મેળો યોજવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરવાની કાર્યવાહી ચાલી રહી હોવાનું જાણવા મળે છે.
જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરમાં અન્નપૂર્ણા ચોકડી પાસે મહાનગરપાલિકાના હસ્તકનો પ્લોટ આવેલો છે, તે સ્થળે જમીનની ચકાસણી માટેનો સોઇલ રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો, સાથે સાથે અડધા પ્રદર્શન મેદાનમાં ઉપરાત એમપી શાહ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડ અને ઓશવાળ સેન્ટરના ગ્રાઉન્ડ સહિત ચાર સ્થળોએ રાઇડ લગાવવા માટેની જમીનનો સોઈલ રિપોર્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન આજે સ્થળ નિરીક્ષણની કાર્યવાહી કરવામાં આવી હતી.
જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, તેમજ જામનગર મહાનગર પાલિકાના આસી. કમિશનર ભાવેશ જાની તથા અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓની ટીમ દ્વારા સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
જેમાં એમ. પી. શાહ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડમાં અડધો મેળો, અને એસ.ટી. ડિવિઝન સિવાયના પ્રદર્શન મેદાનના ભાગમાં અડધો મેળો એમ બે તબક્કામાં મેળો યોજી શકાય તે પ્રક્રિયાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. બંને મેદાન સામસામા આવેલા હોવાથી એક તરફ રાઈડસ નો વિભાગ અને બીજી તરફ સ્ટોલ અથવા તો અન્ય વિભાગોની ગોઠવણી કરી શકાય તે માટેની સર્વેની કામગીરી ચાલી રહી છે, અને આ બન્ને સ્થળે મેળો યોજી શકાય કેમ? તે અંગેનો રિપોર્ટ તૈયાર થઈ રહૃાો છે. અને નજીકના ભવિષ્યમાં આ અંગેની જાહેરાત કરી દેવાશે.
મહાનગરપાલિકા દ્વારા અગાઉ સંપૂર્ણ શ્રાવણ માસનો મેળો યોજવામાં આવતો હતો, પરંતુ તેમાં દિવસો ઘટાડીને હવે સાતમ-આઠમના દિવસથી અમાસના દિવસ સુધીને સાંકળીને આઠથી નવ દિવસનો મેળો યોજી શકાય તે પ્રકારેનું આયોજન વિચારવામાં આવી રહૃાું હોવાનું જાણવા મળી રહૃાું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial