Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાપા એ.પી.એમ.સી.માં ખેડૂતોને સંબોધનઃ ટાઉનહોલથી વિવિધ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહુર્ત
જામનગર તા. ૧૮: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૧૯ માર્ચના જામનગરની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ હાપા એપીએમસીમાં ખેડૂતોને સંબોધન કરશે. તદૃપરાંત ટાઉનહોલથી જામનગર શહેર-જિલ્લાને રૂ।. ૪૧, ૨૬૧ લાખના ખર્ચે ૫૭ જેટલા વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણો કરશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે તા.૧૯ માર્ચના જામનગર જિલ્લાની મુલાકાતે આવશે. સંભવિત સવારે ૧૦ કલાકે એરપોર્ટમાં આગમન પછી તેઓ હાપા એપીએમસીમાં ખેડૂતોને સંબોધન કરશે, ત્યારબાદ ટાઉનહોલથી જામનગર શહેર-જિલ્લાને રૂ।. ૪૧,૨૬૧ લાખના ખર્ચે ૫૭ જેટલા વિકાસકાર્યોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણો કરશે.
હાપા એ.પી.એમ.સી.માં ખેડૂતો માટે રૂ.૮૫ લાખના ખર્ચે એ.સી. કેન્ટીન બનાવવામાં આવ્યું છે. જ્યાં ખેડૂતોને ૩૫ રૂપિયાના નહીંવત દરે શુદ્ધ ભોજન મળશે. અને રૂ. ૬૫ લાખના ખર્ચે ગેસ્ટહાઉસ બનાવવામાં આવ્યું છે. જેનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે.
મુખ્યમંત્રી વિકાસના નવા આયામ સ્થાપિત કરતા વિવિધ વિભાગોના કુલ ૫૭ વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરશે. આ તમામ કાર્યોમાં કુલ રૂ।. ૪૧,૨૬૧.૪૩ લાખનો ખર્ચ થાય છે. જેમાંથી ૨૮ કામોનું ખાતમુહૂર્ત (રૂ. ૧૫,૩૦૦.૧૪ લાખ) તથા ૨૯ કામોનું લોકાર્પણ (રૂ. ૨૫,૯૬૧.૨૯ લાખ) કરવામાં આવશે. રૂ.૨૫,૯૬૧.૨૯ લાખના ખર્ચે કુલ ૨૯ કામોનું લોકાર્પણ કરવામાં આવશે.
આ કામોમાં મુખ્યત્વે પાયલોટ બંગલોથી પંચવટી સુધીના રસ્તાને ગૌરવપથ-કમ્પલીટ સ્ટ્રીટ તરીકે ડેવલોપ કરવાનું કામ, બબરઝર સરકારી માધ્યમિક શાળા અને કે.ડી.વી. માધ્યમિક શાળા જોડીયા, ૬૬ કેવી ફલ્લા, સણોસરા સબ સેન્ટર, નવા ધુનિયા સબ સેન્ટર, ચેલા સબ સેન્ટર,પીપર સબ સેન્ટર, અમૃત ર.૦ યોજના હેઠળ ૩૦ એમએલડી ક્ષમતાનો સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પાઈપલાઈન નેટવર્ક, રોડ રી-કાર્પેટીંગના કામોનો સમાવેશ થાય છે.
આ કામોમાં મુખ્યત્વે અંબાવિજય સોસાયટી વી-માર્ટ પાસે આવેલ પ્લોટમાં ઓક્સિજન પાર્ક બનાવવાનું કામ, શહેરમાં વિવિધ વોર્ડમાં સી.સી. રોડનું નિર્માણ, આર.સી.સી. બોક્સ કેનાલ નિર્માણ, મેટલ રોડ અને રોડ સાઈડ ડેવલોપમેન્ટ કાર્યો, જામનગર શહેરમાં સ્ટેટ કલીન એર પ્રોગ્રામ અન્વયે જામનગર શહેરના સાત રસ્તા સર્કલથી એસ.ટી. બસ સ્ટેન્ડ સુધીના રોડના રોડ સાઈડ ડેવલોપમેન્ટ તેમજ જ્ઞાનશક્તિ સર્કલ, દરબારગઢ સર્કલ તેમજ બેડી ગેઈટ જકંશન સર્કલ ડેવલોપ કરવાનું કામ, ગુલાબનગરમાં ઓદ્યોગિક તાલીમ સંસ્થાનું નવીન બાંધકામ, નગર પ્રાથિમક શાળા નં-૫૫ના બિલ્ડીંગનું ખાતમુહુર્ત, બ્રીજ બનાવવાના કામો, રીડેવલપમેન્ટ નીતિ-૨૦૧૬ અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડની સાધના કોલોનીમાં આવેલ ૩૭૨ જર્જરિત મકાનોના પુનઃ નિર્માણની કામગીરીના કામોનો સમાવેશ થાય છે. અંબા વિજય સોસાયટી, વી માર્ટ પાસે રૂ.૧૪૪.૮૫ લાખના ખર્ચે થીમ આધરિત ઓક્સિજન પાર્કનું નિર્માણ થશે.
જામસાહેબ શત્રુશલ્યસિંહજી દ્વારા ૧૬૦૬૬ ચો.મી. જગ્યા જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને લોકાપયોગી ઓક્સિજન પાર્ક બનાવવાના હેતુસ૨ આપવામાં આવેલ છે. અહી આશરે ૧૦૦થી વધુ વક્ષો આવેલા છે. જેને નુકસાન પહોચાડ્યા વગર આ પાર્કમા ''યોગીક ચક્રની થીમ'' આધારિત વોકિંગ ટ્રેક વાળા પાર્કનું ડેવલોપમેન્ટ ક૨વામાં આવશે.
પાર્કની વિશેષતાઓમાં સાત યોગીક ચક્રો જે ભારતીય યોગશાસ્ત્ર દ્વારા પ્રચલિત થયેલ છે. જેમા દરેક ચક્રોના પોતાના સૂચિત રગો હોય છે. જેનું નીરૂપણ આ પાર્કમાં ક૨વામાં આવશે. ઓક્સિજન પાર્ક બનાવવા હેતુસર આ પાર્કમાં ''સી-૪'' કેટેગરીના વૃક્ષોનું વાવેત૨ ક૨વામાં આવશે. ''સી-૪'' પ્રકારના વૃક્ષો વધુ કાર્યક્ષમ રીતે કાર્બન ડાયોકસાઈડ શોષવા અને ઓક્સિજનનું ઉત્સર્જન વધારે પ્રમાણમાં કરે છે, જેના કારણે શહેરી પ્રદુષણ ઘટાડવામાં મહત્ત્વપૂર્ણ ફાળો આપે છે.
નાગરિકોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવ૨ણ આપવું. શહેરમા જૈવિક વિવિધતા વધારવી, શહે૨માં કાર્બન ઉત્સર્જન ઘટાડવુ, હવાની ગુણવત્તામાં સુધારો લાવવો, પાર્કના યોગીક ચક્ર આધારીત ભારતીય યોગને ઉતેજન આપવું અને લોકોને ''યોગીક ચક્રો'' બાબતે જાગૃત ક૨વા, પાર્કની આરોગ્યપ્રદ સુવિધાઓથી શહેરીજનોને સ્વાસ્થ્ય સબંધિત લાભોમાં વધારો થશે, વધુમાં પાર્ક ફ૨તે કમ્પાઉન્ડ વોલ, એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઈટ, પાર્કીંગ, પીવાના પાણી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામા આવશે. શહેરીજનોને ચાલવા માટે વોક વે તથા બેસવા માટે બેન્ચીસ અને પ્રતિ સાથે જોડાણ માટેનું માળખુ તૈયા૨ ક૨વામાં આવશે. વ૨સાદી પાણી સંચય તથા ડ્રીપ ઈરીગેશનની વ્યવસ્થાઓ. આ ઓક્સિજન પાર્ક એ માત્ર એક બગીચો જ નહી શહે૨ના હરીત ભવિષ્ય તરફનું એક સશકત પગલુ બનશે.
ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ગુલાબનગરમાં હાલમાં કુલ-૦૪ ટ્રેડમાં ૧૨ બેચ કાર્યરત છે. જેની કુલ-૨૬૪ મંજૂર બેઠકો ઉપર ૧૨૩ તાલીમાર્થીઓ તાલીમ મેળવી રહૃાા છે. રૂ. ૯૮૧ લાખના ખર્ચે નવું મકાન ઉપલબ્ધ થતાં સંસ્થામાં ૯ ક્લાસરૂમ, ૧૪ વર્કશોપ અને ઓડિયો-વિઝ્યુઅલ રૂમ, પ્લેસમેન્ટ કાઉન્સેલિંગ રૂમ, આઈ.ટી. લેબ, લાઇબ્રેરી અને કેન્ટીન જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે. સંસ્થામાં હાલ કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટંટ, વાયરમેન, ફિટર, મિકેનિક ડિઝલ જેવા ટ્રેડ કાર્યરત છે તેમજ ઔદ્યોગિક એકમોની જરૂરિયાત મુજબ નવું મકાન ઉપલબ્ધ થયેથી ભવિષ્યમાં ઇલેક્ટ્રીશિયન, વેલ્ડર, સોલાર ટેકનિશીયન જેવા નવા ટ્રેડ શરૂ કરવાનું તથા કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટંટ તથા વાયરમેન ટ્રેડમાં બેઠકો વધારવાનું આયોજન છે. જે ધ્યાને લેતાં ભવિષ્યમાં જામનગર જિલ્લા તથા આસપાસના વિસ્તારના ૩૫૦ થી વધારે ભાઈઓ-બહેનોને તાલીમનો તથા સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળશે.
આ વિકાસકાર્યો દ્વારા જામનગર જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં આધુનિક સુવિધાઓમાં વધારો થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial