Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા.૩૧મી મે પહેલા ઓનલાઈન અરજી કરવાની રહેશેઃ
જામનગર તા. ૯ઃ બાગાયત તાલીમના માધયમથી કૌશલ્ય વિકાસની સાથે રોજગારીની સુવર્ણ તક આપતા અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ હેઠળ ુવાનોને બાગાયત તાલીમ અને સ્ટાઈપેન્ડની સાથે વિનામૂલ્યે ગાર્ડન કીટ અપાશે. તાલીમ મેળવવા માંગતા યુવાનોએ તા.૩૧-૫-૨૫ પહેલા અરજી કરવાની રહેશે.
રાજ્ય સરકાર દ્વારા શહેરોમાં બાગાયતને પ્રોત્સાહન આપવા અને યુવાનોને કુશળ બનાવી રોજગારીની નવી તકો ઉભી કરવાના ઉદ્દેશ્ય સાથે ૨૦૨૫-૨૬ માટે અર્બન ગ્રીન મિશન (માળી તાલીમ) કાયક્રમ શરૃ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત તાલીમાર્થીઓ ત્રણ દિવસની સઘન તાલીમ અપાશે. તાલીમ દરમિયાન દરેક તાલીમાર્થીને પ્રતિ દિવસ રૃા.૨૫૦ સુધીનું સ્ટાઈપેન્ડ અને એક ગાર્ડન ટૂલ કીટ પણ વિનામૂલ્યે અપાશે. તાલીમનો સમયગાળો દરરોજ ૮ કલાકનો રહેશે.
તાલીમ પૂર્ણ કર્યા પછી વ્યક્તિ કુશળ માળી બની શકશે અને વ્યાવસાયિક રીતે પોતાની આવડતનો ઉપયોગ કરી આત્મનિર્ભર બની શકશે સાથે જ પોતાની આવકમાં પણ વધારો કરી શકશે. તાલીમ મહાનગરપાલિકા, અર્બન ઓથોરિટી હસ્તકના બગીચા/બાગાયત વિભાગની નર્સરી, સેન્ટર ઓફ એક્સેલન્સ (સીઓઈ) અથવા કૃષિ યુનિ. ખાતે પ્રાયોગિક રીતે આપવામાં આવશે. આ યોજના હેઠળ તાલીમ મેળવવા ઈચ્છુક ૧૮થી ૪૫ વર્ષની વયના માળીકામ સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓ ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરતી વખતે લાગુ પડતા અરજદારોએ જાતિ પ્રમાણપત્ર અને અન્ય દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા.૩૧-૫ છે. આ યોજના અંગે વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરીએ રૃબરૃ અથવા ટેલિફોન પર સંપર્ક કરી શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial