Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૯૬૨ની ટીમે ત્રણ કલાકની જહેમતથી સફળ સર્જરી કરીઃ
જામનગર તા. ૧૮: કાલાવડના ખડ ધોરાજી ગામે ૧૯૬૨ની ટીમે જટિલ રૂમેનોટોમી સર્જરી કરી ભેંસને નવજીવન આપ્યું હતું. પશુ ચિકિત્સકોએ ૩ કલાકની જહેમત પછી ભેંસના શરીરમાંથી લોખંડ અને પથ્થરના ટુકડા બહાર કાઢયા હતાં.
ગુજરાત સરકાર અને ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસના સંયુક્ત ઉપક્રમે કાર્યરત ૧૯૬૨ હરતું-ફરતું પશુ દવાખાનું પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહૃાું છે. તાજેતરમાં કાલાવડ તાલુકાના આણંદપર લોકેશનની ૧૯૬૨ની ટીમ દ્વારા એક ભેંસ પર અત્યંત જટિલ ગણાતી 'રૂમેનોટોમિ' સર્જરી સફળતાપૂર્વક પાર પાડી પશુના શરીરમાંથી લોખંડ તથા પથ્થરના ટુકડા કાઢી તેને નવજીવન આપવામાં આવ્યું છે.
કાલાવડ તાલુકાના ખડ ધોરાજી ગામના પશુપાલક લાલાભાઈએ તેમની ભેંસ ખોરાક ન લેતી હોવાની અને શારીરિક રીતે નબળી પડતી હોવાની જાણ ૧૯૬૨ની ટીમને કરી હતી. આ માહિતી મળતાની સાથે જ પશુચિકિત્સક ડો. નરેશ વણકર અને પાઇલટ-કમ-ડ્રેસર હુસેનભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને પ્રાથમિક તપાસમાં પશુના શરીરમાં લોખંડ જેવી બાહૃા વસ્તુઓ હોવાનું નિદાન કર્યું હતું.
પશુપાલકની સંમતિ મેળવ્યા બાદ, તબીબી ટીમ દ્વારા ખેતરે જ અદ્યતન સાધનોની મદદથી લગભગ ત્રણ કલાક સુધી જટિલ સર્જરી કરવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન ભેંસના શરીરમાંથી લોખંડ અને પથ્થર જેવી ઘાતક વસ્તુઓ નીકળી હતી. જે દૂર થતાં પશુને નવજીવન મળ્યું હતું.આ સમગ્ર સારવાર સરકારની યોજના હેઠળ સંપૂર્ણપણે નિઃશુલ્ક રીતે પશુપાલકના ઘરે જ પૂરી પાડવામાં આવી હતી.
આ પ્રશંસનીય કામગીરી બદલ જામનગર જિલ્લા કોઓર્ડિનેટર પિયુષભાઈ પરમાર અને પ્રોગ્રામ મેનેજર ડો. મહંમદ શોયબ ખાન દ્વારા આનંદપર ટીમની નિષ્ઠાને બિરદાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગ્રામીણ વિસ્તારોમાં સવારે ૮ થી સાંજે ૫ વાગ્યા સુધી ૧૯૬૨ સેવા અને જામનગર શહેરમાં સવારે ૮ થી રાત્રે ૮ વાગ્યા સુધી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ કાર્યરત છે, જેનો મહત્તમ લાભ લેવા પશુ પાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial