Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧૪-૧૧-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ મામલે વિશ્વ સાથે કૂણાં પડયા હોવા સાથે હવે અમેરિકાના ટેલેન્ટની જરૂર હોઈ એચ ૧બી વીઝા ફીના કડક કરાયેલા નિયમો હળવા થવાની અને એક લાખ ડોલરની ફીમાં પણ ઘટાડો થવાની શકયતા તેમજ રશિયા પાસેથી ઓઈલની ભારતની ખરીદી પરના અંકુશો આગામી દિવસોમાં અમેરિકા તબક્કાવાર હળવા કરશે એવા અહેવાલોની પોઝિટીવ અસરે ગઈકાલે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી, જો કે આજે સપ્તાહના અંતિમ દિવસે બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો પૂર્વે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું રહ્યું હતું.
બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વમાં એનડીએને સ્પષ્ટ બહુમત મળવાના એક્ઝિટ પોલના અંદાજો અને અમેરિકાની ભારત સાથે ટ્રેડ ડિલ, ટેરિફમાં ૫૦% ઘટાડાની તૈયારી, ટ્રમ્પ દ્વારા એચ ૧બી વીઝામાં રાહતના સંકેત અને ભારતમાં રિટેલ ફુગાવાનો આંક ઘટીને રેકોર્ડ નીચી સપાટીએ આવી જવાના સંખ્યાબંધ પોઝિટીવ ડેવલપમેન્ટે આજે ભારતીય શેરબજારમાં ફંડો, મહારથીઓએ નીચા મથાળે લેવાલી કરી હતી.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૧૬%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૧.૬૬% અને નેસ્ડેક ૨.૩૪% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૦% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૨૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૬૮ અને વધનારની સંખ્યા ૧૧૬૫ રહી હતી, ૧૯૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર યુટીલીટી, પાવર, સર્વિસ, ટેલિકોમ્યુનિકેશન અને ઇન્ડસ્ટ્રીયલ્સ સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડિસેમ્બર ગોલ્ડ રૂ.૧,૨૬,૭૪૮ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૨૭,૦૪૮ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૨૭,૭૪૮ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૨૬,૭૫૨ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડિસેમ્બર સિલ્વર રૂ.૧,૬૨,૮૫૧ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૬૩,૩૩૩ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૬૨,૪૨૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૭૯ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૬૨,૩૯૧ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....
અદાણી એનર્જી (૧૦૩૦) : પાવર ડિસ્ટ્રીબ્યુશન સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૦૧૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૯૯૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૦૪૭ થી રૂ.૧૦૫૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૦૬૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!
એચડીએફસી બેન્ક (૯૮૩) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૯૬૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૯૫૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૯૭ થી રૂ.૧૦૦૭ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!
એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ (૫૬૮) : રૂ.૫૫૩ નો પ્રથમ તેમજ રૂ.૫૪૦ બીજા સપોર્ટથી હાઉસિંગ ફાઈનાન્સ કંપની સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૫૭૭ થી રૂ.૫૮૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!
ભારત ઈલેક્ટ્રોનિક્સ (૪૨૨): એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૪૩૭ થી રૂ.૪૪૪ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૪૦૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!
બજારની ભાવિ દિશા.... મિત્રો, ડીમેટ ખાતાઓમાં વધારાનો આંકડો બજારમાં ફરીથી ઉર્જા અને વિશ્વાસ પરત આવી રહ્યો હોવાનું સ્પષ્ટ સંકેત આપે છે. રોકાણકારોમાં નવી ઉત્સુકતા અને ભાગીદારી વધતા પ્રાઈમરી માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. અનેક નવા આઈપીઓ સફળતાપૂર્વક સબસ્ક્રાઈબ થઈ રહ્યા છે અને તેમાં રોકાણકારોને સારા વળતરની આશા છે. અમેરિકાની સાથે ભારત વચ્ચે ટ્રેડ ડીલની શક્યતા અને વૈશ્વિક સ્તરે ઇન્ફ્લેશનમાં રાહત મળતાં વિદેશી રોકાણકારોની આવકમાં પણ વધારો થવાની ધારણા છે. આ પરિસ્થિતિ શેરબજાર માટે પોઝિટિવ ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે, ખાસ કરીને એ સમયે જ્યારે રિટેલ રોકાણકારો ફરી સક્રિય બની રહ્યા છે અને સેકન્ડરી માર્કેટ માં વોલ્યુમમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.
આગામી મહિનાઓમાં ભારતીય શેરબજારની દિશા મોટાભાગે વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ, ડોમેસ્ટિક કોર્પોરેટ અર્નિંગ્સ અને સરકારની સુધારાત્મક નીતિઓ પર આધારિત રહેશે. બજારમાં વોલેટિલિટી યથાવત્ રહેવાની શક્યતા છે, પરંતુ પ્રાઈમરી માર્કેટની મજબુતી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં વધતા રોકાણ અને વ્યાજદર સ્થિર રહેવાની ધારણાને પગલે ઈક્વિટી માર્કેટમાં લાંબા ગાળે વૃદ્ધિની સંભાવનાઓ મજબૂત છે. સ્મોલકૅપ અને મિડકૅપ શેરોમાં સાવચેતીપૂર્વક રોકાણ અને ગુણવત્તાવાળા શેરોમાં સિલેક્ટિવ ખરીદી રોકાણકારોને સારું વળતર આપી શકે છે. કુલ મળીને, ભારતીય શેરબજારનું મધ્યમથી લાંબા ગાળાનું દ્રશ્યકોણ હકારાત્મક દિશામાં આગળ વધે તેવી શક્યતા છે.