Advertisement
Author: નોબત સમાચાર

જામનગર તાલુકાના રામપરમાં મહિલાઓ અને બાળકો માટે વિશેષ આરોગ્ય શિબિર

પેપ ટેસ્ટ, મેમોગ્રાફી અને કલોરોસ્કોપીની નિઃશુલ્ક તપાસઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: રાષ્ટ્રની પ્રગતિ માટે મહિલાઓ અને બાળકોનું સ્વાસ્થ્ય અત્યંત આવશ્યક છે, તે સૂત્રને સાર્થક કરતા 'સ્વસ્થ નારી, સશક્ત પરિવાર' અભિયાન અંતર્ગત જામનગર જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફલ્લાના આયુષ્માન આરોગ્ય મંદિર રામપરમાં એક વિશેષ આરોગ્ય શિબિર અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કિશોરીઓ, સગર્ભા, ધાત્રીમાતાઓ અને અન્ય મહિલાઓ સહિત ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ કેમ્પમાં લાભાર્થીઓને વિવિધ રોગોનું સ્ક્રીનિંગ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા હ્ય્દયરોગ, એનીમિયા, ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને ઓરલ કેન્સરનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, વજન અને ઊંચાઈની માપણી તેમજ ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

વધુમાં, આયુષ હોસ્પિટલની ટીમે ડેન્ટલ તપાસ કરી હતી અને મહિલાઓમાં ગંભીર રોગ એવા સર્વાઇકલ કેન્સર અંગે સ્ક્રીનિંગ કરી માર્ગદર્શન આપ્યું હતું.અંદાજિત ૧૨ જેટલા લાભાર્થીઓની સર્વાઇકલ કેન્સર માટે પેપ ટેસ્ટ, મેમોગ્રાફી અને ક્લોરોસ્કોપી જેવી મોંઘી તપાસ વિનામૂલ્યે કરવામાં આવી હતી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુર પ્રસાદ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. જીગ્નેશ પટેલના માર્ગદર્શન હેઠળ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફલ્લાના મેડિકલ ઓફિસર ડો. રેણુકા બારાઈ, એફ.એચ.એસ. પ્રવિણાબેન, જિલ્લા ડી.એસ.બી.સી.સી. ચિરાગ પરમાર, આયુષ્યમાન આરોગ્ય મંદિર રામપરના આરોગ્ય કર્મચારીઓ પ્રકાશભાઈ ડાંગર, કાજલબેન વડગામા, દક્ષાબેન ધારવીયા, આશા ફેસિલિટેટર કંચનબેન તેમજ આયુષ હોસ્પિટલના ડોક્ટર વરુણ ગોસ્વામી દ્વારા ગ્રામજનોને વિગતવાર માર્ગદર્શન અને વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh