Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંત્યોદયનો મંત્ર આપ્યોઃ એકાત્મ માનવતાવાદનો કોન્સેપ્ટ
જામનગર તા. ૧૩: પંડીત દીનદયાલ ઉપાધ્યાય એક મહાન ભારતીય ચિંતક અને સમાજશાસ્ત્રી હતા. તેઓ ભારતીય જનસંઘના સ્થાપક સભ્યોમાંના એક અને તેના પૂર્વ પ્રમુખ હતાં. એકાત્મ માનવતાવાદ તેઓનો મુખ્ય વિચાર રહ્યો હતો, તથા તેમણે 'અંત્યોદય' નો મંત્ર આપ્યો હતો, જેનો અર્થ છે "સમાજના છેલ્લામાં છેલ્લા માણસનો ઉદય (વિકાસ)". સરકારની યોજનાઓનો લાભ ગરીબમાં ગરીબ વ્યક્તિ સુધી પહોંચવો તે તેમનો મુખ્ય ધ્યેય હતો. ભારતીય જનતાપાર્ટી આજે તેમના અંંત્યોદયના વિચાર ઉપર કાર્ય કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા શહેર ભાજપ કાર્યાલયમાં પંડીત દીનદયાલ ઉપાધ્યાયજીના જીવન કવન તેમજ તેમના સમર્પણ વિશે ખાસ પધારેલ ખ્યાતનામ ધારાશાસ્ત્રી પ્રદીપભાઈ વાળાએ વ્યાખ્યાન આપ્યું હતુું. તેમ ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરે જણાવ્યું છે.
આ કાર્યક્રમમાં શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, વક્તા પ્રદીપભાઈ વાળા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાવેશ ઠુમ્મર, મૃગેશ દવે, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા, પૂર્વ અધ્યક્ષ વિમલભાઈ કગથરા, ગોવાશિપયાર્ડના ડાયરેક્ટર હસમુખભાઈ હિંડોચા, શિક્ષણ સમિતિના ચેરમેન પરષોત્તમભાઈ કકનાણી સહિત કોર્પોરેટરો, શિક્ષણ સમિતિના સભ્યો, મોરચાના અધ્યક્ષ અને પદાધિકારીઓ સહિત પૂર્વ મેયરો, પૂર્વ પ્રમુખો, વોર્ડ અધ્યક્ષ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial