Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની મુખ્ય કેનાલો હજી પણ કચરા-ગંદકીથી ખદબદી રહે છે!

પ્રિ-મોન્સુન કામગીરી કયાં ?

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરમાં આ વરસે પણ મહાનગરપાલિકા તંત્ર અને પ્રી-મોન્સુન કામગીરી કરનારા કોન્ટ્રાકટરો વચ્ચેની મીલીભગતના કારણે પ્રી-મોન્સુન કામગીરીમાં કયાં-કયાં અને કેવી કામગીરી થઈ છે ? તેવા પ્રશ્નો ઉઠવા પામ્યા છે.

જામનગરની લગભગ મોટાભાગની મુખ્ય કેનાલોમાંથી કચરો-ગંદકી-કાદવ, કીચડ કાઢવાની કામગીરી થઈ જ નથી. જામનગર શહેરી વિસ્તારમાં હજી સુધી બે-ચાર ઈંચ જેવો એકધારો મુશળધાર વરસાદ પડયો નથી. પણ જો આવો વરસાદ પડશે તો કચરા-ગંદકીથી ખદબદી રહેલી કેનાલમાંથી વરસાદી પાણીનો પ્રવાહ વહી શકે તેવી જગ્યા જ નથી!

પરિણામે આ કેનાલોના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળવાની અને લોકોના ઘર-દુકાનો પાણી ઘૂસી જવાની સાથે જાન-માલ-ઘરવખરીને ભારે નુકસાન જવાની ચિંતાજનક દહેશત પ્રવર્તે છે.  જામનગર મહાનગર પાલિકા તંત્ર દ્વારા પ્રી-મોન્સુન કામગીરીનું કયાંય મોનીટરીંગ થયું નથી અને થતું હોય તો તેના રોજકામમાં સંતોષકારકનું કામગીરીના જ રિપોર્ટ હોય તો શું સમજવું..! સંધાય... ભળેલા છે.. ભાઈ..!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh