Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોકડ કબજે કરી પોલીસે નોટીસ પાઠવીઃ
જામનગર તા. ૪: જામનગરના અંબાવિજય સોસાયટી વિસ્તારમાં ગઈકાલે સાંજે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા સાત મહિલા ઝડપાયા છે. પોલીસે ગંજીપાના, રોકડ કબજે કરી તમામ મહિલાને નોટીસ પાઠવી છે.
જામનગરમાં ગીતા મંદિર વિસ્તાર પાસે આવેલી અંબાવિજય સોસાયટીમાં ગઈકાલે સાંજે કેટલાક મહિલાઓ જુગાર રમતા હોવાની બાતમી પરથી સિટી બી ડિવિઝનના સ્ટાફે પીઆઈ પી.પી. ઝાની સૂચનાથી દરોડો પાડ્યો હતો.
આ સ્થળે ગંજીપાનાથી જુગાર રમતા ફોરમબેન હીરેનભાઈ ખાંટ, નીમુબેન રતીલાલ ખાંટ, નીકિતાબેન મયંકભાઈ ખાંટ, સુમિત્રાબેન રતીલાલ જાવીયા, રસીલાબેન રાજેશભાઈ કાસુંદ્રા, ભારતીબેન હરીભાઈ પટેલ, જયાબેન નરશીભાઈ ચપલા નામના સાત મહિલા મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ. ૬૩૧૦ રોકડા કબજે કરી તમામ મહિલાને નોટીસ પાઠવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial