Advertisement
Author: નોબત સમાચાર

ગુલાબનગર નજીક સતવારા વાડીની પાસેથી અજાણ્યા પ્રૌઢનો મળ્યો મૃતદેહ

મૃતકની ઓળખ મેળવવા પોલીસ દ્વારા તપાસઃ

                                                                                                                                                                                                       

જામનગર તા. ૯: જામનગરના ગુલાબનગર વિસ્તારમાં એક ગટરના કાંઠા પરથી શનિવારે બપોરે સાંઈઠેક વર્ષના લાગતા અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો છે. આ વ્યક્તિનું કોઈ બીમારીથી મૃત્યુ નિપજ્યાનંુ પ્રાથમિક તારણ મળવા પામ્યું છે. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે.

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલી સતવારા સમાજની વાડી પાછળથી પસાર થતી ગટરના કાંઠા પરથી શનિવારે બપોરે બારેક વાગ્યે અજાણ્યા પ્રૌઢનો મૃતદેહ મળી આવ્યો છે. તેને નીહાળી રવિભાઈ પરમાર નામના વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી.

અંદાજે સાંઈઠેક વર્ષની વયના લાગતા આ પ્રૌઢનું કોઈ બીમારીના કારણે મૃત્યુ થયાનું જણાઈ આવ્યું છે. પોલીસને જાણ કરવામાં આવતા ગુલાબનગર પોલીસચોકીનો સ્ટાફ ધસી ગયો હતો. પોલીસે ત્યાંથી મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે ખસેડવા ઉપરાંત બેડેશ્વરમાં રહેતા રવિભાઈ કિશોરભાઈ પરમારનું નિવેદન નોંધ્યું છે અને મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh