Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરને ભારતીય વાયુસેના દ્વારા 'કોમેન્ડેશન મેડલ'

એરફોર્સ સ્ટેશનમાં શ્રેષ્ઠ વહીવટી કામગીરી બદલ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની વહીવટી કુશળતા અને શ્રેષ્ઠ વહીવટી કામગીરીની નોંધ લઈને તેમને વાયુસેનાના પ્રતિષ્ઠિત 'કોમેન્ડેશન' મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓના હસ્તે તેમને આ મેડલ તથા પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

જામનગર એરફોર્સ બેઝ એ દેશનો વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો બેઝ છે અને કલેક્ટર તરીકે શ્રી કેતન ઠક્કરે સિવિલ એડમિનિસ્ટ્રેશન અને વાયુસેના વચ્ચે મજબૂત કડી તરીકે કાર્ય કરી વહીવટી પ્રક્રિયાઓને વેગ આપ્યો છે.ખાસ કરીને આપત્તિ વ્યવસ્થાપન, વાવાઝોડા કે પૂર જેવી કુદરતી આફતો દરમિયાન વાયુસેનાના બચાવ કાર્યોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવેલી સમયસરની મદદ, સંરક્ષણ ક્ષેત્રના પ્રોજેક્ટ્સમાં આવતા વહીવટી અવરોધોનું નિવારણ અને સુરક્ષા સંબંધી બાબતોમાં તેમના સચોટ આયોજન બદલ આ સન્માન આપવામાં આવ્યું છે.આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કલેક્ટરને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh