Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુંબઈમાં રહેતા મહાજન વ્યક્તિઓની અદાલતમાં ધાઃ
જામનગર તા. ૨૦: જામનગરના સાતરસ્તા નજીક આવેલા જામ પેલેસને લગત જગ્યાના કરાયેલા કરાર અંગેના વિશિષ્ટ પાલનના દાવામાં અદાલતે એકાદ વર્ષ પહેલાં અવેજની રકમ વ્યાજ સાથે ચૂકવી આપવા આદેશ કર્યાે હતો. તે રકમ અંદાજ રૂ।.૪૦ કરોડ ૭૩ લાખની થાય છે. તેની વસૂલાત માટે અદાલતમાં દરખાસ્તના પાલનની અરજી કરવામાં આવી છે.
જામનગરના સાતરસ્તા નજીક આવેલી જામ પેલેસવાળી જગ્યાને લગત અને સિટી સર્વે એફ, જી/૪માં આવેલી અને નવા સિટી સર્વે મુજબ ૨૬૦માં સમાવિષ્ટ ૨૫૨૭૨ ચોરસ ફૂટ જગ્યા પૈકીની ૧૮૯પ૪ ફૂટ એટલે કે ૭૫ ટકા જેટલી જગ્યા જામનગરના વતની અને હાલમાં મુંબઈમાં વસવાટ કરતા પ્રેમચંદ હંસરાજ હરીયા, રમેશચંદ્ર હંસરાજ હરીયા અને પ્રેમલતા હરીલાલ દોઢીયાએ કરાર કર્યા પછી તે જગ્યા સામે અવેજની રકમ ચૂકવી હતી.
તે અંગેના અદાલતમાં કરાયેલા દાવામાં પ્રતિવાદી દક્ષાકુમારીબા મુળરાજસિંહ વાળા ચાલુ દાવાએ શત્રુશલ્યસિંહજી જાડેજા દાવામાં જોડાયા હતા. ઉપરાંત મા મણીલાલ કાલીદાસના વારસ અમૃત સામત, અમૃતલાલ સેજપાલ, કિશોર હરીદાસ, મહેન્દ્ર જગજીવન, વિનોદ લક્ષ્મીદાસ, યજ્ઞાબેન શાંતિલાલ સામે દાવો કરાયો હતો.
ઉપરોક્ત દાવો વર્ષ ૨૦૦૩માં દાખલ થયા પછી તેનો નિકાલ ડિસેમ્બર ૨૦૨૪માં આવ્યો હતો. જેમાં અદાલતે પ્રતિવાદી દક્ષાકુમારીબા વાળાએ જામ પેલેસને લગત આવેલી જગ્યા વેચાણ કર્યાનું સાબિત માની પ્રેમચંદ હંસરાજ વગેરે જોગનો દાવો મંજૂર કર્યાે હતો અને વૈકલ્પિક દાદ મંજૂર કરી દક્ષાકુમારીબાએ જે તારીખે રકમ સ્વીકારી તે રકમ પર ૧૮ ટકા વ્યાજ ગણી આ રકમ ચૂકવી આપવા હુકમ કર્યાે હતો. આમ, કુલ રૂ।.૪૦,૭૩,૧૬,૬૯૦ની વસૂલાત દક્ષાકુમારીબા વાળા પાસેથી કરવા અદાલતમાં વાદીઓ દ્વારા હુકમનામાની બજવણીની દરખાસ્ત કરવામાં આવી છે. તેમના તરફથી વકીલ હેમલ ચોટાઈ, વી.એચ. બક્ષી રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial