Advertisement
Author: નોબત સમાચાર

મૃત્યુ, માતમ અને મુસીબતથી કોઈ મુક્ત નથીઃ આને જેણે પડકાર્યો, તેઓ પછડાયા!

દુનિયાના ઘણાં તાનાશાહોનો અંજામ પણ ખૂબ જ કરૂણ-કષ્ટદાયી થયો હતો

                                                                                                                                                                                                      

મૃત્યુ, માતમ અને મુસીબત કોઈ ઈચ્છતું હોતું નથી, પરંતુ તે આવે જ છે અને આ દુનિયાની કોઈ તાકાત આજ દિન સુધી તેને સંપૂર્ણપણે નકારી, અટકાવી કે ફોસલાવી શક્યું નથી. જો કે, આ ત્રણેય અણચાહ્યા પરિબળોને પડકારવાનો હંમેશાં પ્રયાસ થતો રહ્યો છે, પરંતુ અંતે પછડાટ જ ખાવી પડતી હોય છે. ઘણાં લોકોને મુસીબતોનો ઘણો જ ઓછો સામનો કરવો પડ્યો હોય કે મનોબળની દૃઢતાના કારણે મુસીબતોનો સામનો હળવાશથી કરી લેતા હોય છે અને માતમની અસર બહુ થવા દેતા હોતા નથી, પરંતુ આ અનિચ્છિનિય પરિબળોથી તદ્ન નિઃસ્યુઝ રહેવું લગભગ અસંભવ જ છે અને આ કારણે જ આ ખુબસુરત દુનિયાનું સંચાલન કરનાર કોઈને કોઈ અદૃશ્ય શક્તિ તો જરૂર અસ્તિત્વ ધરાવે જ છે, તેવું માનવું પડે છે. ઘણાં લોકો સ્વયંસચાલિત જગત અનેે સ્વયંભૂ બ્રહ્માંડની મજબૂત દલીલો કરતા હોય છે, અને તેઓ તદ્ન ખોટા જ હોય, તેવું પણ કહી શકાય નહીં, પરંતુ તે પણ હકીકત છે કે આ દુનિયામાં પ્રવર્તમાન યુગમાં કોઈ અમપટ્ટો લખાવીને આવ્યું નથી અને  જેનું નામ છે તેનો નાશ છે અને જે જનમે છે, તેનું મૃત્યુ નિશ્ચિત છે. ગ્રંથો પુરાણોમાં અજન્મા અને અમર દેવી-દેવતાઓ કે વિશેષત્માઓની વાત થઈ હોય, તે અલગ વિષય છે, અને કોઈપણ ધાર્મિક-આધ્યાત્મિક માન્યતાઓ, કથાઓ કે આસ્થાઓને તદ્ન નકારવા માટે પણ પૂરતા આધારો જોઈએ, અને આઝાદ ભારતમાં પ્રત્યેક નાગરિકને પોતાનો અભિપ્રાય અને આસ્થા જાળવવાની છૂટ હોવાથી બંધારણની જોગવાઈઓ મુજબ તમામ અભિપ્રાયો-માન્યતાઓ સાથે કોઈપણ મુદ્દે અસંમત હોવા છતાં સન્માન પણ દાખવવું જોઈએ, સિવાય કે તે માનવતા વિરોધી કે હિંસક હોય?

આખી દુનિયાને ધ્રુજાવનાર, હિંસા ફેલાવનાર અને નરસંહાર કરનાર અસૂરોથી લઈને આતંકવાદીઓ અને કુશાસકોથી લઈને તાનાશાહો-સરમુખત્યારો સુધીના લોકો પણ અંતે તો મૃત્યુને જ ભેટ્યા છે અને તે પૈકી કેટલાક તો દયનીય હાલતમાં ગુમનામ સ્થિતિમાં મર્યા છે, તો ઘણાં કમોતે પણ મર્યા છે, તેથી બીજા કોઈથી નહીં, પણ નક્કર વાસ્તવિક્તા સમાન કમતોથી તો ડરવું જ જોઈએ, કારણ કે કોઈને ખબર નથી કે કાલે શું થવાનું છે.

'ન જાણ્યું જાનકી નો, સવારે શું થવાનું છે'

આ પંક્તિ બીજા દિવસે જેઓ રાજ્યાભિષેક થવાનો હતો, તે ભગવાન શ્રીરામને વનવાસમાં જવું પડ્યું અને ૧૪ વર્ષ સુધી વનવાસી બનવું પડ્યું, તે એવું સૂચવે છે કે ગમે તેટલા શક્તિશાળી કે મોટા માણસના સંતાન હોઈએ, તો પણ આપણે આપણી મર્યાદામાં રહેવું જોઈએ, કારણ કે સમય બદલાતા વાર લાગતી નથી. આપણે એવા કેટલાક મોટા માથાઓનો પરિચય કરીએ, જેઓએ ભલે દુનિયાને જે-તે સમયે ધ્રુજાવી દીધી હોય, પરંતુ અંતે તો તેમને પણ કરૂણાંતિકાભર્યું જીવન વ્યતિત કરવું પડ્યું હોય, ગુમનામ જિંદગી જીવવી પડી હોય કે પછી કમોતે મરવું પડ્યું હોય અથવા આત્મહત્યા કરવી પડી હોય... આ શક્તિશાળી શખ્સિયતોના જીવન પરથી નહીં, પરંતુ તેના મૃત્યુને ધ્યાને રાખીને તેમાંથી કાંઈક શિખવું જોઈએ.

કૂખ્યાત રાક્ષસો-અસૂરો

સામાન્ય રીતે આપણે અસૂરો અને રાક્ષસોને સમાનાર્થી ગણીએ છીએ, પરંતુ આ બન્ને શબ્દપ્રયોગો અલગ અલગ સંદર્ભોમાં થાય છે. ભારતીય સંસ્કૃતિમાં થયેલા ઉલ્લેખો મુજબ મહર્ષિ કશ્યપ અને તેઓની પત્નીઓ દ્વારા અસ્તિત્વમાં આવેલા સંતાનો પૈકી દેવો વિરોધી દૈત્યો (દાનવ) કહેવાયા હતાં, જ્યારે બ્રહ્માજીના કોપથી રાક્ષસોનો ઉદ્ઘવ થયો હતો. ઘણાં લોકો કશ્યપ અને સુરસા દ્વારા રાક્ષસોનો ઉદ્ભવ થયો હોવાનું માને છે, જે હોય તે ખર, પરંતુ પૌરાણિક કથાઓમાં ન્યાખ્યાયિત શબ્દાર્થો મુજબ અસૂર અને રાક્ષસ વચ્ચે પાતળી ભેદરેખા છે.

ગુણધર્મોની દૃષ્ટિએ થતા અલગ વિવરણો અને અર્થઘટનો મુજબ અસૂરો સારીરિક બળ અને શક્તિના આધારે પોતાનું વર્ચસ્વ જમાવતા પ્રાણીઓ અથવા જીવો હોય છે, જ્યારે રાક્ષસો શિક્ષિત, તપસ્વી અને જ્ઞાની પણ હોય છે, અને તેઓ કેટલાક સિદ્ધાંતો તથા સંસ્કારોનું પાલન પણ કરતા હોય છે, જેવી રીતે પ્રવર્તમાન સમયમાં જુથ અને ગુન્હાઓ કરતા ગુનેગારો પરસ્પર ઈમાનદાર હોય છે, તેવી જ રીતે જુના જમાનામાં પણ રાક્ષસો વચ્ચે આ પ્રકારનું સંકલન રહેતું હશે અને તેથી જ તેવા ઉલ્લેખો થતા હશે ને?

રાક્ષસો અને અસૂરોના પ્રાચીન ઉલ્લેખોમાં મુખ્યત્વે રાવણ-કંસ અને કુભકર્ણ વગેરેનો ઉલ્લેખ થાય છે. તે ઉપરાંત મહિસાસુર, શંખાસુર, તાડકાસુર, મેઘનાદ્, સુબાહુ, કબંધ, ખર, દુષણ, મારીચ, રક્તબીજ, હિરણ્યકશ્યપૂ, મિરણયાક્ષ, જલંધર, બાણાસુર, સુકેશ, મહાબલી, ભસ્માસુર, ત્રિપુરાસુર, નરકાસુર, વ્રતાસુર, શંખાસુર સહિત અસંખ્યઅસુરો, દૈત્યો અને રાક્ષસોનો ઉલ્લેખ વિવિધ સંદર્ભોમાં જોવા મળે છે. સર્વસામાન્ય માન્યતા મુજબ દિતિના સંતાનો દૈત્યો કહેવાયા હતાં, જ્યારે દાનવો અથવા અસૂરોની માતા દનુ હતી, જ્યારે રાક્ષસોની માતા સુરસા હતી. ભિન્ન ભિન્ન કથાઓમાં જે વર્ણનોછે, તે જોતા ગુણ-દોષના આધારે પણ અસૂરો, દૈત્યો અને રાક્ષસોનું વર્ગિકરણ થયું હોય તેવા તારણો નીકળી શકે છે, જેમાં કહેવાયું છે કે, અસૂરો એક વિશેષ ઓળખ ધરાવે છે, જ્યારે રાક્ષસો તેના કર્મના આધારે ઓળખાય છે, પછી ભલે જ્ઞાતિ-જાતિ ગમે તે હોય.

મધ્યકાળથી અર્વાચીન કાળ સુધીમાં અસૂરો, રાક્ષસો અને દૈત્યોના સ્વરૂપો બદલાતા રહ્યા છે, પરંતુ માનસિક્તાઓ, મનોવૃત્તિઓ તથા હરકતો એવી જ રહી હતી. એ દૃષ્ટિએ અત્યારે આતંકવાદીઓ, નક્સલવાદીઓ અને દેશવિરોધી હિંસા ફેલાવતા અર્વાચીન વીદ્રોહીઓનું પણ વર્ગિકરણ કરી શકાય ખરૂ, પરંતુ આપણે એ ઓપન સિક્રેટની જાજી વાત કરવાના બદલે કેટલાક ક્રૂર શાસકો અને તાનાશાહો-સરમુખત્યારોનો કેવો અંત આવ્યો, તેની ચર્ચા કરીએ.

તમામ રાક્ષસો, દૈત્યો, અસૂરોના અંજામ તો કદાચ દેવી શક્તિઓના હસ્તે થયો હોવા પાછળના કારણો પણ હશે અને તેનો પૂર્વ-ઈતિહાસ પણ હશે, પરંતુ મધ્યયુગથી અર્વાચીન યુગ પૈકીના કેટલાક તાનાશહો, સરમુખત્યારો તથા ક્રૂર શાસકોના કરૂણ અંજામની વાત કરીએ...

એડલિફ હીટલર

વીસમી સદીમાં જર્મનીના તાનાશાહ એડલિફ હિટલરે વર્ષ ૧૯૩૩ થી ૧૯પપ સુધી ક્રૂર શાસન કર્યું, અને માત્ર હોલોકાસ્ટમાં થયેલા નરસંહારમાં જ એક કરોડથી વધુ લોકોના જીવ ગયા. હિટલરના નિર્ણયોના કારણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ૭૦ થી ૮પ કરોડ સુધીના મૃત્યુના જુદા જુદા આંકડાઓ ચર્ચાસ્પદ છે. આ ઘતકી તાનાશાહે ૩૦ મી એપ્રિલ ૧૯૪પ ના દિવસે એક બંકરમાં પોતે જ બંદુકની ગોળીથી આત્મહત્યા કરીલીધી હોવાનું કહેવાય છે, જો કે આ મુદ્દો વિવાદમાં રહ્યો, પરંતુ તેનું મૃત્યુ ઘણું જ કરૂણ હતું.

અન્ય તાનાશાહો

આ ઉપરાંત ઈદિ અમીન, સ્ટાલિન, માસો નેદલ, ઓસ્ટગો પિલારો, પોલપોર, કીમ હોલ ઈલ, રોબર્ટ મુગલે, મેજિસ્તુ, બેલ મરિયમ સહિતના ઘણાં શાસકોને તાનાશાહ ગણાવાયા છે.

બેનીટો યુસોલીની

ફાંસીવાદી શાસનના પ્રતીક એવા બેનીટો મુસોલીનીને તા. ર૮ એપ્રિલ ૧૯૪પ ના દિવસે ગોરીલ્લાઓને ગોળી મારી દીધી હતી અને તેની લાશને નિલાનના ઈપિયાઝા લોફટોમાં ઉંધા લટકાી હોવાનો ઉલ્લેખ છે.

કર્નલ ગુદાફી

કર્નલ મુસમ્મસ ગદાફીએ ૪ર વર્ષ સુધી લીબિયા પર શાસન કર્યું હતું અને માનવાધિકારોનું હલન કરીને વિરોધીઓને કચડી નાખવાની માનસિક્તા ધરાવતા હતાં. વર્ષ ર૦૧૧ માં વિદ્રોહીઓ સાથેની અથડામણમાં તેની હતયા થઈ ગઈ હતી. આ સમયે જ નાટો દ્વારા હવાઈ હુમલાઓ પણ થયા હતાં.

સદામ હુસૈન

સદામ હુસૈન ર૮ એપ્રિલ ૧૯૭૯ થી ઈરાકના શાસક હતાં. તેઓ ક્રૂર શાસક ગણાતા હતાં. બગદાદમાં તેને ફાંસી આપી દેવાઈ હતી. સદામ હુસૈને એમરિકા જેવી મહાસત્તાને પડકારી હતી અને તેની સામે વિદ્રોહ થયા પછી તેઓ એક બંકરમાં છૂપાઈ ગયા હતાં, જેને અમેરિકી સેનાએ શોધી કાઢ્યા હતાં અને કોર્ટે આ સજા ફરમાવ્યા પછી ફાંસીની અપાઈ હતી.

પ્રવર્તમાન યુગના હયાત સરમુખત્યારો

પ્રવર્તમાન યુગમાં દુનિયામાં ઘણાં સ્થળે હજી પણ રાજાશાહી તથા સુલતાનોનું રાજ છે, તો કેટલાક સ્થળે એક જ રાજકીય પક્ષનું અલોકતાંત્રિક શાસન છે. લોકતાંત્રિક દેશોમાં પણ ઘણાં સ્થળે ત્યાંના શાસકો પાસે તાનાશાહો જેવી જ સત્તાઓ છે, અથવા મજબૂત પક્ષો પાસે શાસન છે. તે પૈકી પ્રવર્તમાન તાનાશાહો અથવા સરમુખત્યાર શાસન વ્યવસ્થા ધરાવતા દેશો ઉપરાંત કેટલાક લોકતાંત્રિક અથવા અર્ધલોકતાંત્રિક દેશોમાં પણ પરોક્ષ રીતે તાનાશાહી માનસિક્તા પ્રવેકી ચૂકી છે. પ્રવર્તમાન સરમુખત્યારોમાં કીમ જોંગ, પુતિન, બસર-અલ-અસદ, ખામીનૈન, એલેકઝન્ડર, લુકારોંડો, ઈક્વોટેરિયલ ગીની, નિકલસ માદુરો, શી જીનપીંગ (કોમ્યુનિસ્ટ પાર્ટી) વગેરેને તાશાહો ગણી શકાય. દેશની દૃષ્ટિએ ઉત્તર કોરિયા, સીરિયા, મ્યાનમાર, તુર્કમેનિસ્ટાન, વેનેઝુએલા, સુદાન, રશિયા, ચીન જેવા કેટલાક આફ્રિકન દેશો યુએઈ, દ. કોરિયા, ઓસ્ટ્રેલિયા, બહામાસ, બારબાડોઝ, જમૈકા, કુવૈત, મલેશિયા, ઓમાન સહિત લાંબી યાદી છે. જ્યાં સરમુખ્યાર અથવા તાનાશાહી શાસન છે.

વિનોદ કોટેચા, એડવોકેટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh