Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર ખસેડી કબજો માતા-પિતાને સોંપાયોઃ
જામનગર તા. ૪: જામનગરના એક પરિવારની સગીર વયની પુત્રી માતા-પિતાના ઠપકાથી ઘર છોડીને નીકળી ગઈ હતી. તે સગીરાની મુંબઈમાંથી ભાળ મળી છે. જામનગર લાવી પોલીસે તેણીનો કબજો માતા-પિતાને સોંપ્યો છે.
જામનગરના એક વિસ્તારમાં વસવાટ કરતા પરિવારની કોલેજીયન પુત્રી ઘર છોડીને ચાલી ગઈ હતી. આ સગીરા મોબાઈલમાં મિત્રો સાથે વાત કરતી રહેતી હોવાથી માતા-પિતાએ ઠપકો આપતા તેણીએ ઘર છોડ્યું હતું.
આ બાબતની પોલીસને જાણ કરવામાં આવતા સિટી બી ડિવિઝનના સ્ટાફે પીઆઈ પી.પી. ઝાના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરી હતી. જેમાં આ સગીરા જામનગર રેલવે સ્ટેશન પરથી અમદાવાદની ટિકિટ ખરીદી અમદાવાદ તરફ ગઈ હોવાનું જણાઈ આવતા તેણીના સગડ દબાવાયા હતા.
અમદાવાદ પહોંચેલી પોલીસ ટીમે આ સગીરા મુંબઈ જતી ટ્રેનમાં નીકળી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. તેથી રેલવે પોલીસ સાથે સંકલનમાં રહી આ સગીરાને મુંબઈમાંથી પોલીસે પકડી લીધી હતી. જામનગર ખસેડવામાં આવ્યા પછી તે સગીરાનો કબજો માતા-પિતાને સોંપવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial