Advertisement
Author: નોબત સમાચાર

આવતીકાલે ખંભાળીયા વિસ્તાર વિકાસ મંડળના વિકાસ નકશા અંગે યોજાશે મહત્ત્વપૂર્ણ બેઠક

સાત ગામોના સરપંચો-આગેવાનોએ કર્યું આયોજન

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૨: ખંભાળીયા વિકાસ વિસ્તાર મંડળ દ્વારા વિકાસ આયોજનનો નકશો જાહેર કરેલ, જેમાં રીંગરોડ, ડી.પી. રોડ, વિવિધ ઝોનના સંદર્ભમાં ખાડા વિસ્તારમાં સમાવેશ થતા સાત ગામો ધરમપુર, શક્તિનગર, રામનગર, હર્ષદપુર અને દાંતા, કંચનપુર અને હરીપુર. આ ગામોના આગેવાનો તથા લોકો પાસેથી સૂચનો મેળવવા તથા વિકાસ નકશા બાબતે મુંઝવતા પ્રશ્નો અને માર્ગદર્શન આપવા માટે ખંભાળીયાના ધરમપુરમાં બજરંગ પાર્ટી પ્લોટ, લાલપુર બાયપાસ ચોકડી પાસે તા. ૧૩-૩-૨૬ના સાંજે ૭ વાગ્યે ખાસ બેઠકનું આયોજન આ સાતેય ગામના સરપંચો, આગેવાનો દ્વારા કરવામાં આવ્યું છે.

ધરમપુરના અગ્રણી તથા પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી રસીકભાઈ નકુમે એક મુલાકાતમાં જણાવેલ કે હાલમાં જિલ્લા તંત્ર દ્વારા પ્રસિદ્ધ થયેલ નકશો પ્રાથમિક એટલે કે કાચો છે, તેમાં જરૂરી સુધારા-  વધારા તથા વાંધા કે રજૂઆતો અંગે હાલ અરજી થઈ શકશે. અંતિમ નકશો તથા નિયમો આ સાતેય ગામોને લાગુ પડશે, જેમાં પછી ફેરફાર નહીં થાય. જેથી આ સાતેય ગામના લોકો, ખેડૂતો, આગેવાનોને વિકાસ નકશા બાબતે જે કાંઈ પ્રશ્ન, સમસ્યા કે રજૂઆતો હોય, તેમણે આ બેઠકમાં હાજરી આપી રજૂઆતો કરવી જેથી સરકારી તંત્રમાં એક સાથે રજૂઆતો અને વિકાસ નકશો યોગ્ય રીતે બની શકે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh