Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ૨૯ માર્ચે લેવાનારી ગુજકેટની પરીક્ષા સંદર્ભે પ્રતિબંધાત્મક આદેશોઃ જાહેરનામુ પ્રસિદ્ધ

પરીક્ષા કેન્દ્રોની યાદી જાહેર

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામનગરમાં આગામી તા. ૨૯ માર્ચના યોજાનારી ગુજકેટની પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોપિયર મશીનધારકો માટે પ્રતિબંધાત્મક હુકમ જાહેર કરાયા છે.

જામનગર જિલ્લામાં આગામી તા.૨૯ માર્ચ, રવિવારના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજકેટની પરીક્ષા યોજાશે. પરીક્ષા દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. તેમજ પ્રશ્નપત્રો અને તૈયાર ઉત્તરોની કોપી ઝેરોક્ષ/ કોપીયર મશીન દ્વારા મેળવીને અને પરીક્ષાખંડમાં મોબાઈલ ફોનથી પરીક્ષાર્થીઓને મદદ થતી હોવાથી તેજસ્વી વિધાર્થીઓને અન્યાય થતો અટકાવવો જરૂરી જણાતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જામનગર ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા,૨૦૨૩ કલમ-૧૬૩ મુજબ નિયત કરાયેલા પરીશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટર વિસ્તારની હદમાં આવેલા કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ, અંગત ઉપયોગ માટે વપરાશ કરતા (સરકારી, અર્ધ સરકારી કે જાહેર સાહસો સિવાયના) એ તા.૨૯-૦૩-૨૦૨૬ના રોજ સવારના ૯:૩૦ થી ૧૭:૩૦ કલાક સુધી કોપીયર મશીનો દ્વારા પરીક્ષા વિષયક પત્રો, દસ્તાવેજી કાગળોની નકલો કાઢવી નહીં. તેમજ પરીક્ષા કેન્દ્રોમાં કોઈપણ વ્યક્તિને મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર, ઇલેક્ટ્રોનિક વોચ, અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને અનાધિકૃત સાહિત્ય સાથે પ્રવેશ કરવા પર તથા પરીક્ષા કેન્દ્રોની આસપાસ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

ઉપરોક્ત પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા,૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાપાત્ર થશે.

ગુજકેટની પરીક્ષા માટેના જાહેર કરાયેલા પરીક્ષા કેન્દ્રો જેમાં ડી.એસ.ગોજીયા હાઈસ્કૂલ, એ.બી.વિરાણી કન્યા વિદ્યાલય, જી. એસ. મહેતા કન્યા વિદ્યાલય, ડી. સી. સી. હાઈસ્કૂલ, નેશનલ હાઈસ્કૂલ, ભવન્સ એ. કે. દોશી વિદ્યાલય, એલ. જી. હરિયા હાઈસ્કૂલ યુનિટ-૧,શ્રી જે.કે.સોની કન્યા વિદ્યાલય, શ્રી પ્રણામી હાઈસ્કૂલ, શ્રી સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, શ્રી સેન્ટ ફ્રાન્સિસ હાઈસ્કૂલ, શ્રી સત્યસાંઈ વિદ્યાલય, એલ. જી. હરિયા સ્કૂલ યુનિટ-૨માં પરીક્ષા યોજવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh