Advertisement
Author: નોબત સમાચાર

ભારતના સોલાર ઉત્પાદનો પર અમેરિકા લગાવશે ૧રપ ટકા સીવીડીઃ માર્ચમાં ફેંસલો

અમેરિકાના કોમર્સ ડિપાર્ટમેન્ટે મુન્દ્રા સોલારને આપ્યો ઝટકો

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. રપઃ ભારતીય સોલાર ઈન્ડસ્ટ્રીને અમેરિકાએ મોટો ફટકો આપ્યો છે, અને ભારતથી સોલાર પેનલ્સની આયાત પર ૧રપ ટકા ડ્યુટી ઝીંકી દીધી છે.

અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર સંબંધોમાં એક મોટો આંચકો લાગ્યો છે. અમેરિકન સરકારના કોમર્સ ડિપાર્ટમેન્ટે ભારત સહિત ત્રણ દેશોમાંથી આયાત થતા સોલાર સેલ્સ અને પેનલ્સ પર અધધ ૧રપ ટકાથી વધુની કાઉન્ટરવેલિંગ ડ્યુટી લાદી દીધી છે.

અમેરિકાના કોમર્સ ડિપાર્ટમેન્ટે પ્રાથમિક તપાસ પછી આ મોટો નિર્ણય લીધો છે. અમેરિકાની સરકારનું માનવું છે કે, ભારત, ઈન્ડોનેશિયા અને લાઓસની સોલાર કંપનીઓને તેમની સરકારો તરફથી મોટી સબસિડી મળી રહી છે. આ સબસિડીને કારણે આ કંપનીઓ અમેરિકામાં ખૂબ જ સસ્તા ભાવે સોલાર પેનલ્સ વેચી રહી છે, જેનાથી અમેરિકાની સ્થાનિક કંપનીઓને આર્થિક નુક્સાન થઈ રહ્યું છે. આ અયોગ્ય સ્પર્ધાને રોકવા માટે આ ભારે ટેક્સ લાદવામાં આવ્યો છે.

આ આદેશમાં ભારત પર સૌથી કડક વલણ અપનાવવામાં આવ્યું છે. ભારતમાંથી આવતા સોલાર ઉત્૫ાદનો પર કુલ સબસિડી રેટ ૧રપ.૮૭ ટકા નક્કી કરવામાં આવ્યો છે. ખાસ કરીને ભારતની મુન્દ્રા સોલર પર ૧રપ.૮૭ ટકા ડ્યુટી લાગશે. આ ઉપરાંત ઈન્ડોનેશિયા માટે આ દર ૧૦૪.૩૮ ટકા અને લાઓસ માટે ૮.૬૭ ટકા રાખવામાં આવ્યો છે. અમેરિકાની કંપનીઓ જેવી કે ફર્સ્ટ સોલાર અને હનવા ક્યુસેલ્સે ફરિયાદ કરી હતી કે સસ્તી આયાતને કારણે તેમના અબજો ડોલરનું રોકાણ અને નોકરીઓ જોખમમાં છે.

વર્ષ ર૦રપમાં ભારત સહિત આ ત્રણ દેશોમાંથી અમેરિકામાં આશરે ૪.પ બિલિયન ડોલરનું સોલાર ઈમ્પોર્ટ થયું હતું. અગાઉ જ્યારે અમેરિકાએ વિયેતનામ અને થાઈલેન્ડ જેવા દેશો પર ડ્યુટી લગાવી હતી, ત્યારે ઘણી કંપનીઓ ભારત શિફ્ટ થઈ હતી.

હવે ભારત પરના આ પ્રતિબંધોને કારણે ભારતીય સોલર એક્સપોર્ટર્સ માટે અમેરિકા જેવું મોટું માર્કેટ મોંઘું થઈ જશે, જો કે આ નિર્ણય હજુ પ્રાથમિક છે અને અંતિમ ફેંસલો માર્ચમાં લેવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh