Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દલાલો દ્વારા થતી ગેરરીતિ રોકવા પ્રયાસ
નવી દિલ્હી તા. ૩: ૫હેલી ઓકટોબરથી રેલવે ઈ-ટિકિટ બુક કરતી વખતે નવો નિયમ લાગુ પડી ગયો છે. તે મુજબ ઓનલાઈન ટિકિટ રીઝર્વેશન ખુલતા પ્રથમ ૧૫ મિનિટ આધાર પ્રમાણીકરણ કરવાનું રહેશે.
આઇઆરસીટીસીની વેબસાઇટ કે મોબાઇલ એપ પર ટિકિટ બુકિંગ શરૂ થયાની પ્રથમ ૧૫ મિનિટમાં આધાર કાર્ડ ઓથેન્ટિફિકેશન કરાવવું પડશે. આ નિયમ પહેલી ઓક્ટોબરથી અમલમાં મૂકાયો છે. ઓનલાઇન ટિકિટ રીઝર્વેશન ખુલતાની સાથે જ ગેરકાયદે દલાલો દ્વાર મોટી સંખ્યામાં ટિકિટ બુક કરવામાં આવે છે. તેના માટે સોફટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. દરમિયાન ટિકિટ બુક કરનારા સામાન્ય પ્રવાસીઓને વેઇટિંગ લિસ્ટમાં ટિકિટ મળે છે.
આ ગેરરીતિને રોકવા માટે નવો નિયમ લાગુ કરાયો છે. જેમાં પ્રથમ ૧૫ મિનિટમાં ટિકિટ બુક કરનારે ફક્ત આધાર પ્રમાણીકરણ કરવાનું રહેશે. તે પછી બધા નોંધાયેલા આઇઆરસીટીસી વપરાશકર્તાઓ રાબેતા મુજબ ઇ-ટિકિટ બુક કરી શકશે.
ઇ-ટિકિટની કાળાબજારી એ રેલવે તંત્ર માટે એક મોટો પડકાર બની રહૃાો છે.આઇઆરસીટીસી સહિત ઝોનલ રેલવે આવા ગેરકાયદે દલાલો સામે સતત કાર્યવાહી કરી રહી છે. આઇઆરસીટીસીએ આ વર્ષની શરૂઆતમાં જ અઢી કરોડ જેટલી શંકાસ્પદ આઇડીઓ નિષ્ક્રિય કરી છે.
ઉપરાંત તત્કાળ ઇ-ટિકિટો માટે આધાર પ્રમાણીકરણ પહેલી જુલાઇથી જ શરૂ છે. જો કે, અન્ય નિયમોમાં કોઇપણ પ્રકારનો ફેરફાર થયો નથી. આઇઆરસીટીસીએ અપીલ કરી છે કે પ્રવાસીઓએ ઇ-ટિકિટ બુક કરતી વખતે નવા નિયમને ધ્યાનમાં લેવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial