Advertisement
Author: નોબત સમાચાર

લેડી મેલાનિયા દ્વારા જેફરીએ ટ્રમ્પની મુલાકાત કરાવ્યાની વાત ફગાવાઈઃ લગ્નમાં ભંગાણની અટકળો તેજ

એપસ્ટિન ફાઈલ્સ અંગે પહેલીવાર આપી પ્રતિક્રિયા

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. ૧૦: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના લગ્ન જીવનમાં ભંગાણની અટકળો વહેતી થઈ છે, કારણ કે એપસ્ટિન ફાઈલ્સ અંગે ફર્સ્ટ લેડી મેલાનિયાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલાનિયા ટ્રમ્પે પહેલીવાર એપસ્ટિન ફાઈલ્સ અંગે પ્રતિક્રિયા આપી છે. વ્હાઈટ હાઉસમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં મેલાનિયાએ જેફરી એપસ્ટિન સાથે કોઈ પણ પ્રકારના સંબંધોનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. મેલાનિયાએ જણાવ્યું હતું કે, 'મને અને એપસ્ટિનને જોડતા તમામ દાવાનો અંત આવવો જોઈએ.'

આ ઉપરાંત મેલાનિયાએ એપસ્ટિન કેસના પીડિતો માટે અમેરિકન સંસદમાં સુનાવણી કરવાની માંગ કરી છે. આ દરમિયાન તેમણે એ વાત પણ ફગાવી દીધી છે, જેમાં કહેવાતું હતું કે 'જેફરીએ જ મેલાનિયાની મુલાકાત ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરાવી હતી.' આ વાત તેમણે પાયાવિહોણી અને તેમની છબિ ખરાબ કરવાનું કાવતરું ગણાવ્યું હતું.

બીજી તરફ, ટ્રમ્પે મેલાનિયાના ભાષણ અંગે પ્રતિક્રિયા આપતા કહૃાું છે કે, 'મને મેલાનિયાના આ નિવેદન વિશે કંઈ જ ખબર નહોતી.'

મેલાનિયા ટ્રમ્પે સ્પષ્ટતા કરી છે કે, 'હું ક્યારેય એપસ્ટિનની પીડિત રહી નથી. વર્ષ ૨૦૦૦માં મારી એપસ્ટિન સાથે એક નાની મુલાકાત થઈ હતી. એપસ્ટિનની સાથીદાર ગિલેન મેક્સવેલને પણ હું જાણતી નથી. તેની સાથે મારે કોઈ પરિચય નથી.'

એપસ્ટિન ફાઈલ્સમાં ખૂલેલા વર્ષ ૨૦૦૨ના એક ઈ-મેલ અંગે ખુલાસો કરતા તેમણે કહૃાું કે 'તે માત્ર એક સામાન્ય વાતચીત હતી.'

જો કે, ભૂતકાળમાં લેખક માઈકલ વોલ્ફે તેમના પુસ્તકમાં દાવો કર્યો હતો કે, 'મેલાનિયા અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત એક એવા એજન્ટ દ્વારા થઈ હતી, જેનો સંબંધ એપસ્ટિન સાથે હતો.' આ મુદ્દે પણ મેલાનિયાએ કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી.

અમેરિકાના ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે જેફરી એપસ્ટિન સાથેના સંબંધો પર જે રીતે ખૂલીને વાત કરી છે, તે જોઈને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ટ્રમ્પે જણાવ્યું કે 'મેલાનિયા આ પ્રકારનું નિવેદન આપશે તેની મને અગાઉથી કોઈ જાણકારી જ નહોતી. ફર્સ્ટ લેડીના શું બોલવાના છે, તે હું ખરેખર નહોતો જાણતો. હા તેને જેફરી એપસ્ટિન સાથે કોઈ પરિચય ન હતો.'

ઉલ્લેખનીય છે કે, વ્હાઈટ હાઉસમાં આપેલા ભાષણ વખતે મેલાનિયા ખૂબ જ ગંભીર દેખાતા હતા. એક સમયે તેઓ ધ્રૂજતા હાથે નોટ્સ વાંચી રહૃાા હતા.

મેલાનિયા બાદ ટ્રમ્પના ચોંકાવનારા નિવેદનના કારણે હવે અમેરિકન પ્રમુખ અને ફર્સ્ટ લેડી વચ્ચે અણબનાવની અટકળો વહેતી થઈ છે. એવું પણ કહેવાય છે કે, મેલાનિયાએ ટ્રમ્પ સાથે છૂટાછેડા લેવાની તૈયારી કરી છે. એપસ્ટિન સહિતના મુદ્દે તેઓના સંબંધ ખૂબ જ વણસી ચૂક્યા હોઈ શકે છે. 

બીજી તરફ, એપસ્ટિન કેસના સર્વાઈવર્સે મેલાનિયાના આ નિવેદન સામે નારાજગી વ્યક્ત કરી છે. પીડિત પરિવારોનું કહેવું છે કે, આ કેસમાં અમે સાક્ષી તરીકે ફરજ બજાવીને ઘણું સાહસ બતાવ્યું છે. હવે અમારી પાસે વધુ કોઈ અપેક્ષા રાખવી, તે શક્તિશાળી લોકો માટે જવાબદારીમાંથી છટકવા જેવું છે.

પીડિતોનું કહેવું છે કે, ફર્સ્ટ લેડી સત્તામાં બેઠેલા શક્તિશાળી લોકોની જ સુરક્ષા કરી રહૃાા છે. ટ્રમ્પે પણ સ્વીકાર્યું છે કે, હું એક સમયે એપસ્ટિનને જાણતો હતો, પરંતુ બાદમાં એપસ્ટિને તેની ક્લબમાંથી મારી હકાલપટ્ટી કરી હતી.'

ખેર, વ્હાઈટ હાઉસમાં મેલાનિયાના આ અણધાર્યા નિવેદનથી અમેરિકા જ નહીં, દુનિયાભરમાં એપસ્ટિન કેસની ચર્ચા તેજ બની છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh