Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાતમી એપ્રિલને મંગળવારે
દ્વારકા તા. ૪: દ્વારકાના અખંડ રામધૂન સંકીર્તન મંદિરે મંગળવારે ચૈતન્યાવતાર પૂ. પ્રેમભિક્ષુજી મહારાજની ૫૬મી પૂણ્યતિથિ મહોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાશે.
દ્વારકાના અખંડ હરિનામ સંકીર્તન મંદિર (રામધૂન) માં નામનિષ્ઠ સંત પૂ. શ્રી પ્રેમભિક્ષુજી મહારાજની ૫૬મી પૂણ્યતિથિ મહોત્સવ ચૈત્ર વદ-પ, મંગળવારના તા. ૭-૪-ર૦ર૬ ના દિને ભવ્યાતિભવ્ય રીતે ઊજવાશે.
પૂણ્યતિથિ મહોત્સવ અંતર્ગત સવારે ૮.૩૦ કલાકે સમુદ્ર પૂજન, સવારે ૧૦.૩૦ કલાકે અભિષેક પૂજન, બપોરે ૧ર.૦૦ કલાકે ઉત્સવ આરતી, બપોરે ૧ર.૩૦ કલાકે ગુરૂપ્રસાદી ગુગળી બ્રાહ્મણ બ્રહ્મપુરી નં. (૧) માં રાખેલ છે.
આ ઉપરાંત સાંજે ૬.૩૦ કલાકે બ્રહ્મલીન સમય આરતી બાદ શોભાયાત્રા સંકીર્તન મંદિરથી નીકળીને દ્વારકાના રાજમાર્ગો પર નગરભ્રમણ કરશે તેવું અખંડ હરીનામ સંકીર્તન મંદિર ટ્રસ્ટ, દ્વારકાની યાદીમાં જણાવાયું છે.
રવિવાર-સોમવારે પણ વિવિધ કાર્યક્રમો
આ ઉપરાંત પૂણ્યતિથિ મહોત્સવ પૂર્વે તા. પ/૬ એપ્રિલ (રવિવાર-સોમવાર) બે દિવસીય હનુમાનચાલીસા, નામવંદના, સુંદરકાંડ તથા શિવપંચાક્ષર સ્તોત્રના પાઠનું આયોજન સંકીર્તન મંદિરના પટાંગણમાં સાંજે ૬ કલાકથી કરવામાં આવેલ છે. તેમાં દ્વારકાની નામપ્રેમી જનતા બહોળી સંખ્યામાં જોડાય તેવો જાહેર અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial