Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'વ્હાલી દીકરી' યોજના અંતર્ગત મંજૂરી હુકમો તથા વિવિધ નોંધપાત્ર પ્રદાન કરનાર મહિલાઓનંુ બહુમાન
ખંભાળિયા તા. ૧૨: મહિલા-બાળ વિકાસ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારકાના સંયુકત ઉપક્રમે *આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ*ની ઉજવણી નિમિત્તે નગર પાલિકા ટાઉનહોલ, ખંભાળિયામાં જિ.પં. પ્રમુખ શ્રીમતી રિદ્ધિબા જાડેજાની અધ્યક્ષતામાં ઇૈખ્તરંજ, ત્નેજંૈષ્ઠી, છષ્ઠંર્ૈહ ર્કિ છઙ્મઙ્મ ઉર્દ્બીહ ટ્ઠહઙ્ઘ ય્ૈઙ્મિજની થીમ સાથે મહિલા સંમેલન યોજાયું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રિદ્ધિબા જાડેજાએ સૌને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, મહિલાઓના સાહસ, સન્માન, દૃઢ ઈચ્છાશક્તિની ઉજવણી અવસર એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. ભૂતકાળના સમયમાં નારીઓને રિવાજો ના નામે આગળ વધવા દેવામાં આવી ન હતી. પરંતુ આજના સાંપ્રત સમયમાં નારીઓ દેશના સીમાડાઓ થી લઈને અવકાશ સુધી પોતાનું સાહસ અને મક્કમ મનોબળની શક્તિનો પરિચય આપ્યો છે. કોઈપણ ક્ષેત્ર જેવા કે શિક્ષણથી લઈ દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર આજે નારીશક્તિ બિરાજમાન છે જે નારીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓનો પરિચય કરાવે છે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોરે જણાવ્યું હતું કે, તા.૮મી માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે જેનો મુખ્ય ઉદ્ેશ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવા તેમજ સમાજ ઉત્થાન માટે પ્રેરક કામગીરી કરવા તથા તેમની ક્ષમતાઓને પ્રેરિત કરવાનો છે. પહેલાના સમયમાં જ્યારે સ્ત્રીને પોતાના ઘરે થી બહાર નીકળવા માટે મંજૂરી લેવી પડતી હતી પણ આજે મહિલાઓ ઘરની જવાબદારીઓની સાથે સાથે કાર્યસ્થળ પણ પોતાની ક્ષમતાઓ પુરવાર કરી રહી છે જેને ખરા અર્થમાં પુરુષ સમોવડી બનવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.
આ તકે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રચનાબેન મોટાણી જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસએ નારીશક્તિના માન અને સન્માનની ઉજવણીનો દિવસ છે. દર વર્ષે સયુંકત રાષ્ટ્ર સંઘ દ્વારા વિવિધ થીમ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજનો આ દિવસ માત્ર ઉજવણીનો નથી નારીઓના સંઘર્ષ અને સફળતાની ઉજવણીનો અમૂલ્ય અવસર છે.
આ તકે વ્હાલી દીકરી યોજના અંતર્ગત મંજૂરી હુકમો તેમજ વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર મહિલાઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત મહિલા અને બાળ અધિકારી ડો.ચંદ્રેશ ભાંભી તથા આભારવિધિ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી પ્રફુલ જાદવ દ્વારા કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આયોજિત મહિલા સંમેલનમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક હેતલ જોશી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ નાયબ કલેકટર રિદ્ધિ રાજ્યગુરુ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચોબીસા, તાલુકા વિકાસ અધિકારી એન.એલ. બેડીયાવદરા, અગ્રણી પ્રતાપભાઇ પિંડારિયા, રેખાબેન ખેતિયા, ગીતાબા જાડેજા, દિપ્તીબેન કણઝારિયા સહિત મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial