Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૦૪-૦૯-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....
જીએસટી દરોમાં સુધારા વચ્ચે વૈશ્વિક સ્તરે ભારત, ચીન અને રશિયાની એકજૂટતા અને સહયોગે ટ્રમ્પના ટેરિફ બોમ્બ વચ્ચે સકારાત્મક સંકેત તેમજ વૈશ્વિક પડકારો વચ્ચે વિકસી રહેલા ભારતીય અર્થતંત્રના આંકડાઓના કારણે આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે કારોબાર રહ્યું હતું. વધુમાં ચીનમાં યોજાયેલી એસસીઓ બેઠકના સકારાત્મક સંકેતોએ પણ બજારને ટેકો આપ્યો હતો.
સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રથમ ત્રિમાસિકના જીડીપી ગ્રોથ અપેક્ષા કરતાં વધુ ૭.૮% નોંધાયો છે. જે મજબૂત આર્થિક ગતિવિધિનો સંકેત આપે છે. આ આંકડાએ રોકાણકારોના વિશ્વાસમાં વધારો કર્યો હતો.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વિશ્વ પર ટેરિફના નામે જોહુકમીને લઈ વિશ્વના અનેક દેશો નારાજ હોઈ અમેરિકા વિરૂધ્ધ ભારત, ચાઈના અને રશીયા એક મંચ પર આવી જતાં વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા વચ્ચે ભારતીય બજારોમાં આજે પ્રમુખ પરિબળ સાથે જીડીપી વૃદ્ધિના પ્રોત્સાહક આંકડા અને જીએસટીની આવકમાં ૬.૫% નો વધારો થવાના આકર્ષણે ફરી શેરોમાં ઓલ રાઉન્ડ તેજી થઈ હતી.
જીએસટી કાઉન્સિલની મીટિંગમાં માળખાના સરળીકરણ સાથે અનેક ચીજો પરના જીએસટી દરમાં ઘટાડો અને જીડીપી વૃદ્ધિના પ્રોત્સાહક આંકડા સાથે મેક ઈન ઈન્ડિયાને ભારત સરકારના પ્રોત્સાહને લોકલ ફંડોએ શેરોમાં મોટી તેજી કરી હતી.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૧૩%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૫૧% અને નેસ્ડેક ૧.૦૨% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૫% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૬૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૨૯ અને વધનારની સંખ્યા ૨૧૭૨ રહી હતી, ૧૬૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર એનર્જી, આઈટી, મેટલ, ઓઈલ એન્ડ ગેસ અને ફોકસ્ડ આઈટી સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓક્ટોબર ગોલ્ડ રૂ.૧,૦૬,૫૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૦૬,૭૭૪ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૦૫,૮૦૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૨૦૨ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૦૫,૯૯૩ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડીસેમ્બર સિલ્વર રૂ.૧,૨૩,૯૯૬ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૨૪,૦૯૪ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૨૩,૭૨૧ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૮૩૦ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૨૪,૦૪૨ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....
એક્સિસ બેન્ક (૧૦૫૭) : પ્રાઇવેટ બેન્ક સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૦૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૦૧૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૦૭૩ થી રૂ.૧૦૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૦૮૮ ઉપર તેજી તરફી ધ્યાન...!!
અદાણી ગ્રીન એનર્જી (૯૪૭) : એ /ટી +૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૯૨૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ...!! રૂ.૯૦૯ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૬૪ થી રૂ.૯૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!
ટાટા ટેકનોલોજી (૬૮૭) : રૂ.૬૭૬ નો પ્રથમ તેમજ રૂ.૬૬૪ બીજા સપોર્ટથી આઇટી ઇનેબલ્ડ સર્વિસીસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૬૯૬ થી રૂ.૭૦૭ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!
એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ (૫૬૦) : હાઉસિંગ ફાઈનાન્સ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૫૭૭ થી રૂ.૫૮૫ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૫૪૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!
બજારની ભાવિ દિશા.... મિત્રો, ભારતીય શેરબજારમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોની વધતી ભાગીદારી ભવિષ્ય માટે મજબૂત સંકેત આપે છે. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં સતત વધી રહેલી એયુએમ, વધતા એસઆઈપી પ્રવાહ અને લાંબા ગાળાના રોકાણ દ્રષ્ટિકોણને અપનાવનારા રોકાણકારો બજાર માટે સકારાત્મક આધાર પૂરું પાડે છે. રોકાણકારોમાં ધીરજ અને વિશ્વાસ વધવાથી બજારની અસ્થિરતા સામે રક્ષણ મળે છે અને સ્થાનિક મૂડી પ્રવાહથી ભારતીય શેરબજારને વૈશ્વિક પડકારો વચ્ચે સ્થિરતા મળે છે. અગાઉ વિદેશી રોકાણકારો પર આધારિત રહેલો બજાર આજે સ્થાનિક મૂડીપ્રવાહના કારણે વધુ સ્થિર બન્યો છે. ખાસ કરીને એસઆઈપી મારફતે થતા નિયમિત રોકાણોએ રોકાણકારોને ટૂંકા ગાળાના ઉ તાર-ચઢાવથી દૂર રાખીને લાંબા ગાળાના ધ્યેય પર કેન્દ્રિત રાખ્યા છે.
વૈશ્વિક સ્તરે પડકારો અને અનિશ્ચિતતાઓ હોવા છતાં, સ્થાનિક મૂડીપ્રવાહ બજારમાં મજબૂતાઈ લાવે છે. આગામી સમયમાં પણ આ પ્રવાહ ચાલુ રહે તેવી શક્યતા છે, કારણ કે રોકાણકારો ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સના ઉચ્ચ વળતર, રૂપિયાના સરેરાશ ખર્ચના ફાયદા અને ભારતની આર્થિક વૃદ્ધિ ક્ષમતાને ધ્યાનમાં રાખીને વધુ રોકાણ કરી રહ્યા છે. ખાસ કરીને ક્ષેત્રીય અને થીમેટિક ફંડ્સમાં ઉછાળો સૂચવે છે કે રોકાણકારો નવી થીમ્સ અને અવસરોએ પણ નજર રાખી રહ્યા છે. તેથી, સ્થાનિક રોકાણકારોના મજબૂત વિશ્વાસ અને સતત વધતા ઇનફ્લો ભારતીય શેરબજારની ભાવિ દિશાને લાંબા ગાળે ઊર્જાવાન અને સકારાત્મક રાખશે. ભવિષ્યમાં, મ્યુચ્યુઅલ ફંડ્સના સતત વધી રહેલા ઇનફ્લો અને રોકાણકારોના વધતા વિશ્વાસથી ભારતીય શેરબજારમાં ઊંડાણ અને વ્યાપકતા બંને વધે તેવી શક્યતા છે.