Advertisement
Author: નોબત સમાચાર

ઓપરેશન સિંદૂરે આતંકિસ્તાનની પોલ ખોલી દીધી છે, વૈશ્વિક મંચનો દુરૂપયોગ બંધ કરો : ભારત

પાકિસ્તાનના પી.એમ. શાહબાજે સંયુક્ત રાષ્ટ્રમાં મારેલી શેખીનો જડબાતોડ જવાબઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ર૭: સંયુક્રત રાષ્ટ્રમાં પાક. પી.એમ. શહબાઝ શરીફે ભારત વિરૂદ્ધ ઝેર ઓકતા ભારતે જડબાતોડ જવાબ આવ્યો છે. યુનોની મહાસભામાં ભારતીય રાજ્વારીએ પાકિસ્તાનની બોલતી બંધ કરી દીધી છે, અને યુદ્ધ વખતે કરગરવાની યાદ અપાવી છે. તેણીએ કહ્યું કે ત્રાસવાદને પ્રોત્સાહન આપવા પાકિસ્તાન વૈશ્વિક મંચનો દુરૂપયોગ કરે છે. ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલા આતંકીઓએ જ પાકિસ્તાનની પોલ ખોલી નાંખી હતી.

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું ફરી એકવાર ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું હતું, જેનો ભારતે પણ શાહબાઝ શરીફને જડબાતોડ જવાબ આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના ૮૦ મા સત્રની સામાન્ય ચર્ચા દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને પણ બોલવાની તક મળી, તેમણે ભારત વિરૂદ્ધ ઝેર ઓકવાની અને સિંધુ જળ સંધિના સ્થગિત થવાનો શોક વ્યક્ત કરવાની બજી તક ગુમાવી નહીં. શુક્રવારે પોતાના સંબોધનમાં શાહબાઝ શરીફે સિંધુ જળ સંધિના સ્થગિત થવાનો મુદ્દો ઊઠાવ્યો અને ભારત પર તેની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતે પાકિસ્તાનના આતંકવાદ અને નફરતના એજન્ડાને ઉજાગર કર્યો.

રાઈટ ટુ રિપ્લાય હેઠળ ભારતે પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફના આતંકવાદ પ્રત્યેના પ્રેમનો પર્દાફાશ કર્યો. ભારતીય પ્રતિનિધિએ જણાવ્યું કે, પહલગામ આતંકવાદી હુમલાનું આયોજન પાકિસ્તાને કર્યું હતું. ભારતે એમ પણ કહ્યું કે, પાકિસ્તાન આતંકવાદને મહિમા આપવા માટે વિશ્વ મંચનો દુરૂપયોગ કરી રહ્યું છે.

શાહબાઝ શરીફના ભાષણ પર ટિપ્પણી કરતા ભારતીય રાજદ્વારી પેટલ ગેહલોતે કહૃાું, આજે સવારે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાની વડા પ્રધાન દ્વારા એક હાસ્યાસ્પદ નાટક જોવા મળ્યું, જેમણે ફરી એકવાર આતંકવાદને મહિમા આપ્યો, જે તેમની વિદેશ નીતિનું કેન્દ્રબિંદુ છે. જોકે, ગમે તેટલું નાટક અને જુઠ્ઠાણું હકીકતોને છુપાવી શકતું નથી. આ એ જ પાકિસ્તાન છે જેણે ૨૫ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ યુએન સુરક્ષા પરિષદમાં, ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓના ક્રૂર હત્યાકાંડની જવાબદારીથી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી સંગઠન, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટને બચાવ્યું હતું.

પેટલ ગેહલોતે કહૃાું કે તાજેતરના મોટા વિકાસ ભારતીય દળો દ્વારા અનેક પાકિસ્તાની હવાઈ મથકો પર થયેલા ભારે નુકસાન સાથે સંબંધિત હતા. તેમણે સમજાવ્યું કે આ કાર્યવાહીમાં, પાકિસ્તાની વાયુસેનાના રનવેનો નાશ કરવામાં આવ્યો હતો અને અનેક હેંગરો બળીને રાખ થઈ ગયા હતા. આના ફોટા પહેલાથી જ બધા માટે જાહેરમાં ઉપલબ્ધ છે. તેમણે કટાક્ષમાં કહૃાું, ેજો પાકિસ્તાનના વડા પ્રધાન માને છે કે તૂટેલા રનવે અને સળગેલા હેંગરો તેમની જીતનો પુરાવો છે, તો તેમને તે કહેવાતી જીતની ઉજવણી કરવા દો.ે પેટલ ગેહલોતે વધુમાં જણાવ્યું હતું કે વાસ્તવિક સત્ય એ છે કે ભારતમાં નિર્દોષ નાગરિકો પર થયેલા આતંકવાદી હુમલા માટે પાકિસ્તાન ફરી એકવાર જવાબદાર છે. તેમણે કહૃાું, અમે આ પગલું આપણા નાગરિકોની સુરક્ષા અને દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લીધું છે.

પેટલ ગેહલોતે કહૃાું, પાકિસ્તાનના વડા પ્રધાને ભારત સાથે શાંતિની વાત કરી છે. જો તેઓ ખરેખર નિષ્ઠાવાન છે, તો રસ્તો સ્પષ્ટ છે. પાકિસ્તાને તાત્કાલિક તમામ આતંકવાદી શિબિરો બંધ કરવા જોઈએ અને ભારતમાં વોન્ટેડ આતંકવાદીઓને સોંપવા જોઈએ. એ પણ વિડંબના છે કે નફરત, કટ્ટરતા અને અસહિષ્ણુતામાં માનતો દેશ આ સભાને શ્રદ્ધાની બાબતોનો ઉપદેશ આપી રહૃાો છે. પાકિસ્તાનનું રાજકીય અને જાહેર પ્રવચન તેના સાચા પાત્રને પ્રતિબિંબિત કરે છે.

પેટલ ગેહલોતે કહૃાું, ભારત અને પાકિસ્તાન લાંબા સમયથી સંમત થયા છે કે તેમની વચ્ચેના કોઈપણ બાકી મુદ્દાઓ દ્વિપક્ષીય રીતે ઉકેલવામાં આવશે. આ સંદર્ભમાં કોઈ ત્રીજા પક્ષ માટે કોઈ જગ્યા નથી. આ અમારી લાંબા સમયથી ચાલતી રાષ્ટ્રીય સ્થિતિ છે. તેમણે વધુમાં કહૃાું, જ્યાં સુધી આતંકવાદનો સવાલ છે, અમે સ્પષ્ટ કરી રહૃાા છીએ કે આતંકવાદીઓ અને તેમના પ્રાયોજકો વચ્ચે કોઈ ભેદભાવ રાખવામાં આવશે નહીં. બંનેને જવાબદાર ઠેરવવામાં આવશે, અને ન તો અમે પરમાણુ બ્લેકમેલની આડમાં આતંકવાદને ખીલવા દઈશું. ભારત આવા ધમકીઓ સામે કયારેય ઝૂકશે નહીં. ભારતનો વિશ્વને સંદેશ સ્પષ્ટ છે. આતંકવાદને શૂન્ય સહિષ્ણુતા સાથે સહન કરવો જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh