Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાહત-બચાવ માટે ૭ ટીમઃ સેનાના રરપ જવાન તૈનાત
દહેરાદૂન તા. ૭: ઉત્તરકાશીની ધરાલી દુર્ઘટનામાં ૧૧ સૈનિકો સહિત ૭૦ લોકો હજુ પણ લાપત્તા છે. ધરાલી જતો પ્રથમ રસ્તો ખૂલ્યો છે. રાહત-બચાવની કામગીરી ચાલી રહી છે.
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધરાલી ગામમાં વાદળ ફાટતા પૂર આવ્યું એને ર૪ કલાકથી વધુ સમય થઈ ગયો છે. હાલ રેસ્ક્યૂ ચાલી રહ્યું છે. બચાવ કામગીરી માટે સાત ટીમ કામે લાગી છે. રરપ થી વધુ સેનાના જવાનો ઘટના સ્થળે તૈનાત છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૬ લોકોના મોત થયા છે, જ્યારે ૧૧ જવાનો સ્હિત ૭૦ લોકો ગુમ છે. અત્યાર સુધીમાં ૧૯૦ લોકોને બચાવી લેવાયા છે. રસ્તા બંધ થઈ જવાને કારણે હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે. હેલિકોપ્ટર દ્વારા જ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા હતાં.
જો કે ભટવારીમાં તૂટી ગયેલો રાજમાર્ગ હવે ખુલી ગયો છે, જેના કારણે હવે માર્ગ દ્વારા ધરાલી જવું શક્ય બનશે. ધરાલી અને હર્ષિલમાં ચાલી રહેલા રાહત અને બચાવ કાર્યનો આજે બીજો દિવસ છે. રસ્તાને વધુ સારો બનાવવા માટે બીઆરઓ અને જીઆરઈએફની ટીમો સતત કામ કરી રહી છે. બે જગ્યાએ પહાડો કાપીને રસ્તો ખોલવાની તૈયારી હતી, પણ સાધનોની અછતને કારણે આ કામમાં વિલંબ થયો હતો.
રાહતની વાત એ છે કે હવામાન હાલ ચોખ્ખું છે. આથી આશા છે કે બચાવ કાર્ય વધુ ઝડપી બનશે. હર્ષિલનો મિલિટરી હેલિપેડ પૂરી રીતે શરૂ કરી દેવામાં આવી છે. ૩ સિવિલ હેલિકોપ્ટર દ્વારા રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. ભટવાડી અને હર્ષિલમાં હેલિકોપ્ટરના ઉતરાણથી રેસ્ક્યુ ઓપરેશનમાં તેજી આવી છે. ચિનૂક, મી-૧૭ અને એએલએચ હેલિકોપ્ટર સ્ટેન્ડબાય પર છે.
ઉત્તરકાશીથી જિલ્લામાં ધરાલી, હર્ષિલ અને સુખી ટોપ ત્રણ સ્થળોએ વિનાશકારી પૂર આવ્યું હતું. હવે આ ત્રણેય સ્થળોએ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે, જો કે ત્યાં સતત ભૂસ્ખલન થઈ રહ્યું છે અને વરસાદ પડી રહ્યો છે, જેના કારણે રેસ્ક્યુમાં મુશ્કેલી આવી રહી છે. પૂરના કારણે ભારતીય સેનાના ૧૧ જવાનો જે ગુમ થયા છે, તેમની શોધખોળ હજી પૂરી થઈ નથી.
એવું પણ કહેવાય છે કે કેરળના ર૮ પ્રવાસીઓનું એક ગ્રુપ ધરાલીની ઘટના પછીથી ગુમ છે, જો કે આ ઘટના પછીથી જ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. પીડિતો સુધી મદદ પહોંચાડવા રેસ્ક્યુ ટીમો મહેનત કરી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial