Advertisement
Author: નોબત સમાચાર

ખામેનેઈના મૃત્યુ અંગે વડાપ્રધાન મોદી ચૂપ કેમ ?: સોનિયા ગાંધીનો સણસણતો સવાલ

સંયુકત રાષ્ટ્રના ચાર્ટરનું ઉલ્લંઘન થયુ હોવા છતાં

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૩: ઈરાનના સુપ્રિમ લીડર આયતોલ્લા ખામેનેઈના મોત અંગે મોદી સરકારના મૌન પર સોનિયા ગાંધીએ પ્રહાર કર્યો છે.

કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈની ટાર્ગેટેડ હત્યાના મામલે મોદી સરકારની ચુપકીદી સામે આકરા પ્રહારો કર્યા છે. એક અખબારમાં લખેલા લેખમાં સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, સરકારનું આ મૌન કોઈ તટસ્થતા નથી, પરંતુ જવાબદારીમાંથી પીછેહઠ છે.

તેમણે ભારપૂર્વક કહૃાું કે આ ઘટનાથી ભારતની વિદેશ નીતિની દિશા અને વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સોનિયા ગાંધીએ આ મામલે સંસદમાં તાત્કાલિક ચર્ચા કરવાની પણ માંગ કરી છે.

સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો કે ભારત સરકારે ન તો આ હત્યાની નિંદા કરી છે અને ન તો ઈરાનની સંપ્રભુતાના ઉલ્લંઘન પર કોઈ સ્પષ્ટ પ્રતિક્રિયા આપી છે. તેમણે નોંધ્યું કે અમેરિકન પ્રમુખ અને ઈઝરાયલ દ્વારા કરાયેલા આ હુમલાઓ બાદ પીએમ મોદીએ શરુઆતમાં માત્ર ઈરાન દ્વારા યુએઈ પર કરવામાં આવેલી જવાબી કાર્યવાહીની જ ટીકા કરી હતી.

સોનિયા ગાંધીના મતે, કોઈ પણ ઔપચારિક યુદ્ધની જાહેરાત વિના કોઈ રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યા કરવી એ સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરનું ઉલ્લંઘન છે અને જો ભારત જેવો લોકશાહી દેશ આના પર વાંધો ન ઉઠાવે તો આંતરરાષ્ટ્રીય ધોરણો જોખમાશે.

સોનિયા ગાંધીએ લેખમાં વધુમાં જણાવાયું છે કે આ હત્યાના માત્ર ૪૮ કલાક પહેલા જ વડાપ્રધાન મોદી ઈઝરાયલના પ્રવાસેથી પરત ફર્યા હતા, જ્યાં તેમણે નેતન્યાહૂ સરકાર પ્રત્યે પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. સોનિયા ગાંધીએ આ વલણને ચિંતાજનક ગણાવતાં કહૃાું કે જ્યારે બ્રિક્સના અન્ય ભાગીદાર દેશો આ મુદ્દે અંતર જાળવી રહૃાા છે, ત્યારે ભારતનું આ વલણ વિશ્વમાં ખોટો સંકેત આપી રહૃાું છે. તેમણે આ ઘટનાને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં એક ગંભીર ભંગાણ ગણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh