Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અનેક વિકાસ કાર્યોની ભેંટ
ખંભાળિયા તા. ૧૪: ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ તરીકે અઢી વર્ષ સુધી રચનાબેન મોટાણીએ સેવા આપી તેમના શાસનકાળનો સમય આજે શનિવારે પૂર્ણ થઈ રહ્યો છે. રવિવારે રજા છે, અને સોમવારે વહીવટદાર શાસનનો સમય શરૂ થઈ જશે.
તેમના અઢી વર્ષના શાસનમાં શહેરમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું આયોજન થયું અને તેમાંથી અનેક કામો પૂર્ણ થયા છે.
તેમના કામોની મહત્ત્વની યાદી જોઈએ તો ૬૪ લાખના ખર્ચથી મહિલા જીમ, પાલિકાના બગીચામાં ૧૯ લાખના ખર્ચે સીસી ટીવી તથા અન્ય સવલતો, ૬૦ લાખના ખર્ચે વિવિધ રસ્તાઓનું બ્યુટીફિકેશન, સાડાત્રણ કરોડના ખર્ચે સલાયા ગેઈટ, દ્વારકા ગેઈટ, પોર ગેઈટ તથા નવ ડેરીને હેરીટેઈજ તરીકે વિક્સાવવાનું કાર્ય, નલ સે જલ યોજના અન્વયે વોટર વર્કસની તમામ લાઈનો, ઘી ડેમમાંથી નવી લાઈન નાખવાનું રૂ।. ૯.૮૧ કરોડનું કામ, અમૃત-ર યોજના અન્વયે પંપહાઉસ તથા અન્ય રૂ।. ૩.પ૦ કરોડના કામો, જિલ્લા ફાયર સ્ટેશનનું કામ ચાલુ છે. તેલી તથા ઘી નદી પર બોક્સ ડેનેજ બનાવવાનું રૂ।. ર૭.ર૮ કરોડના કામ પ્રગતિ હેઠળ છે.
સલાયા માર્ગે ર૮ કરોડના ખર્ચે આઈકોનિક રોડ બનાવવો, નગરગેઈટથી ચાર રસ્તા સુધી ૮૦ લાખના ખર્ચે નવો રોડ, ૮ર લાખના ખર્ચે સ્વીમીંગ પુલનું કામ, ઉપરાંત પ્રાર્થના હોલ, સીસી રોડના કામો મંજુર કરાયા હતાં.
આગામી સમયમાં ૧૧.૩૦ કરોડના વિવિધ રોડ તથા બાંધકામના કામો, પાંચ કરોડના ખર્ચે આઈકોનિક રોડ, ગૌરવ પથ, જામનગર માર્ગે ઓવરબ્રિજ રૂ।. ૩૭ કરોડ, ઘી નદી પર રીવરફ્રન્ટ જેવા કામોનું આયોજન છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial