Advertisement
Author: નોબત સમાચાર

દિલ્હીમાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટની એટીસી સિસ્ટમ બગડતા ૧૦૦ થી વધુ ફલાઈટો મોડી

મશીનો મુંઝાઈ જતા માણસો દ્વારા કામ લેવાય છેઃ તંત્ર

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૭: દિલ્હીમાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એટીસી સિસ્ટમ બગડી જતા ૧૦૦ થી વધુ ફલાઈટ્સની અવર-જવરને અસર થતા અફરાતફરી સર્જાઈ હતી અને મશીનોનું કામ માણસો દ્વારા કરાતા ફલાઈટો મોડી થઈ હતી.

આજે  સવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ (છ્ઝ્ર) સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાતા ૧૦૦થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી. આ મોટા વિલંબને કારણે દિલ્હી એરપોર્ટે એડવાઇઝરી જાહેર કરીને જણાવ્યું કે, એટીસી સિસ્ટમમાં સમસ્યાના કારણે ફ્લાઇટ સંચાલનમાં વિલંબ થઈ રહૃાો છે. ખામી વહેલી તકે દૂર કરવા ડીઆઈએએલ સહિત તમામ હિતધારકો સક્રિય છે.

મુસાફરોને વધુ માહિતી માટે સંબંધિત એરલાઇન્સના સંપર્કમાં રહેવા વિનંતી કરાઈ હતી અને અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરવામાં આવી હતી.'

ઓટોમેટિક મેસેજ સ્વિચિંગ સિસ્ટમમાં ખામી હતી, જે ફ્લાઇટ પ્લાન આપતી ઓટો ટ્રેક સિસ્ટમ માટે માહિતી પૂરી પાડે છે. વિલંબના અહેવાલ બાદ સ્પાઇસજેટએ એડવાઇઝરી જાહેર કરી કે દિલ્હીમાં એટીસીની ભીડને કારણે તમામ આવક-જાવક અને તેના પછીની ફ્લાઇટ્સ પર અસર થઈ શકે છે. મુસાફરોને વિનંતી કરવામાં આવી કે તેઓ તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસતા રહે.

એર ઇન્ડિયાએ પણ વિલંબની પુષ્ટિ કરતા કહૃાું કે, 'દિલ્હીમાં એટીસી સિસ્ટમમાં ટેકનિકલ સમસ્યા તમામ એરલાઇન્સમાં ફ્લાઇટ સંચાલનને અસર કરી રહી છે, જેના કારણે એરપોર્ટ પર અને વિમાનમાં લાંબા સમય સુધી રાહ જોવી પડી રહી છે અને વિલંબ થઈ રહૃાો છે.'

સ્પાઇસજેટ એરલાઇને પણ આ સંબંધમાં જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, 'દિલ્હીમાં એર ટ્રાફિક કંટ્રોલની ભીડના કારણે તમામ આગમન, પ્રસ્થાન અને તેના પરિણામે થનારી અન્ય ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ શકે છે. સ્પાઇસજેટે પણ મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ તેમની ફ્લાઇટનું સ્ટેટસ (સ્થિતિ) તપાસતા રહે.'

ગુરુવાર સાંજથી એર કંટ્રોલર્સને ટેક્નિકલ ખામીને કારણે ફ્લાઇટ પ્લાન મળી શકતો નથી. એટીસી અધિકારીઓ હાલના ડેટાનો ઉપયોગ કરીને મેન્યુઅલી ફ્લાઇટ પ્લાન તૈયાર કરી રહૃાા છે. એટલે કે મશીનો બગડતા માણસો કામ કરી રહ્યા હોવાથી અનેક ફ્લાઇટ મોડી પડી છે.

ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ મુજબ, દિલ્હી એરપોર્ટથી ઊપડતી ફ્લાઇટ્સ લગભગ ૫૦ મિનિટ મોડી પડી રહી છે. આ પહેલાં ગુરુવારે ૫૧૩ ફ્લાઇટ્સ મોડી પડી હતી.

દેશનું સૌથી વ્યસ્ત એરપોર્ટ, ઇન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (આઈજીઆઈએ) દરરોજ ૧,૫૦૦થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરે છે.

ફ્લાઇટની ઉડાનમાં વિલંબને કારણે એર ઇન્ડિયા, સ્પાઇસજેટ અને ઇન્ડિગો સહિતની મુખ્ય એરલાઇન્સે મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ફ્લાઇટ ઓપરેશનમાં મોડું થઈ રહૃાું છે. મુસાફરોએ અપડેટ્સ માટે તેમની ફ્લાઇટ્સ ચેક કરતા રહેવું જોઈએ.

છેલ્લા અઠવાડિયાથી દિલ્હીમાં વિમાનોને જીપીએસ સિગ્નલમાં ખોટાં એલર્ટ મળી રહૃાાં છે, જેને જીપીએસ સ્પૂફિંગ તરીકે પણ કહેવામાં આવે છે. પાઇલટ્સને ખોટું લોકેશન અને નેવિગેશન ડેટા એલર્ટ મળી રહૃાાં છે. એર ટ્રાફિક કંટ્રોલ સૂત્રોના જણાવ્યા અનુસાર, આવી ઘટનાઓ દિલ્હીના ૧૦૦ કિમીના ત્રિજ્યામાં બની છે. ફ્લાઇટ રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ને જાણ કરવામાં આવી છે.

સ્પૂફિંગ એ એક પ્રકારનો સાયબર એટેક છે, જે નેવિગેશન સિસ્ટમને ગેરમાર્ગે દોરવા માટે ખોટા જીપીએસ સિગ્નલ મોકલે છે. એનો ઉપયોગ ઘણીવાર વોર ઝોનમાં દુશ્મનના ડ્રોન અને વિમાનોને નષ્ટ કરવા માટે થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh