Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ટેલિસ્કોપથી દેખાયુ કંકણાકૃતિ સુર્યગ્રહણઃ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા નિદર્શન

ભારતમાં નહીં દેખાયેલા સૂર્યગ્રહણનો ટેલિસ્કોપથી નજારો

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગરના ટાઉનહોલમાં કંકણાકૃતિ સૂર્યગ્રહણ એટલે રિંગ ઓફ ફાયરના નિદર્શનનો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પ્રોગ્રામ યોજાયો હતો. ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર-ધ્રોલ અને ખગોળ મંડળ જામનગર દ્વારા ગ્રહોની રસપ્રદ વિગતો અપાઈ હતી. સૂર્યગ્રહણ નિહાળવા માટેના હાથવગા સાધનો પીનહોલ કેમેરા, બોકસ કેમેરા, ફિલ્ટર, મિરર ઈમેજ, ગ્રહણ ચશ્માનું નિદર્શન કરાયું હતું.

ગઈકાલે તારીખ ૧૭ ફેબ્રુઆરીના રોજ નભો મંડળમાં 'કંકણાકૃતિ સૂર્યગ્રહણ' ની ખગોળીય ઘટના સર્જાઇ હતી, જે ભારતમાં દેખાઈ ન હતી, તેમ છતાં જામનગર મહાનગરપાલિકાના સહયોગથી વિવિધ સંસ્થાઓ દ્વારા નગરજનોને સેટેલાઈટ મારફતે સૂર્યગ્રહણ નું લાઈવ પ્રસારણ બતાવવા માટે મ્યુનિ. ટાઉનહોલમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, અને ગુજ કોસ્ટ ગાંધીનગર પ્રેરિત એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર -ધ્રોલ અને ખગોળ મંડળ જામનગર તેમજ રંગતાળી ગ્રુપ  દ્વારા લાઈવ ટેલિકાસ્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે નિદર્શનના કાર્યક્રમમાં કંકણા કૃતિ સૂર્યગ્રહણ એટલે કે રીંગ ઓફ ફાયરની ઘટના નું લાઈવ પ્રસારણ નિહાળીને અનેક વિદ્યાર્થીઓ સહિતના ખગોળપ્રેમીઓ અભિભૂત થયા હતા, અને આ ઘટનાને તાળીઓથી વધાવી લીધી હતી. ગ્રહણ એટલે શું ? તેના પ્રકાર પર પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન, ગ્રહોની રસપ્રદ વાતો, હાથવગા સાધનો જેવા કે પીનહોલ કેમેરા, બોક્સ કેમેરા, ફિલ્ટર, મિરર ઇમેજ, ગ્રહણ ચશ્માનું નિદર્શન કેન્દ્રના ડો સંજય પંડ્યા દ્વારા કરાવવામાં આવ્યું હતું.

'કંકણાકૃતિ સૂર્યગ્રહણ' નો પ્રારંભ બપોરે ૩.૪૫ વાગ્યા બાદ થયો હતો અને પાંચ વાગ્યા ને ૧૪ મિનિટે સંપૂર્ણ સૂર્ય ચંદ્રની પાછળ ઢંકાયો હતો, અને કંકણાકૃતિ એટલે કે બંગડી પ્રકારનો પ્રકાશિત સૂર્ય દેખાયો હતો. જે રિંગ ઓફ ફાયર ના નિદર્શન નો ટાઉનહોલ મા ઉપસ્થિત સર્વે વિદ્યાર્થીઓ અને ખગોળ પ્રેમીઓએ ભરપૂર લાભ લીધો હતો, અને કંકણાંકૃતિ સૂર્યગ્રહણની ઘટનાના સાક્ષી બન્યા હતા.

સૂર્ય તથા ચંદ્ર ની માહિતી, ગ્રહણ થવા ના કારણો વગેરે માહિતી કિરીટભાઇ શાહ દ્વારા આપવામાં આવી હતી, જ્યારે ભૂતકાળમાં થયેલા ગ્રહણો, ગ્રહણ દરમ્યાન થયેલ શોધ, ગ્રહણ દરમ્યાન વાતાવરણ માં થતા ફેરફારો વગેરે માહિતી અમિત વ્યાસ દ્વારા આપવામાં આવી હતી.

જયારે ડો. સંજયભાઈ પંડ્યા દ્વારા સૂર્ય માળાના ગ્રહો, સૂર્ય ગ્રહણ ને પ્રત્યક્ષ સલામત જોવા ના હાથ વગા સાધનોની વિગત તથા કંકણાકૃતિ સૂર્ય ગ્રહણનું પડદા ઉપર નિદશેન તથા લાઇવ કોમેન્ટ્રી તથા અવકાશમાં ગુરૂત્વાકર્ષણની ગેરહાજરી માં દૈનિક ક્રિયાઓ ની માહિતી આપવામાં આવી હતી. તારાઓના અંતર માપવા ની જુદી જુદી રીતો ની માહિતી કિરીટભાઇ વ્યાસ દ્વારા આપવામાં આવી હતી, જેથી વિધાર્થીઓ સહિતના ખગોળ પ્રેમીઓ અભિભૂત થયા હતા.

જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર ડી. એન. મોદી, નગરના મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક જૂથના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઇ નાખવા, ઉપરાંત મહાનગરપાલિકાના આસી. કમિશનર મુકેશભાઈ વરણવા અને ડે. ઈજનેર મુકેશ ગોસાઈ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓના પ્રયાસોથી આ 'રિંગ ઓફ ફાયર ના નિદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શિક્ષણ સમિતિના ચેરમેન પરશોત્તમભાઈ કકનાણી ના પ્રયાસોથી  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ માટેના નિદર્શન કાર્યક્રમ માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેઓની સાથે જામનગરના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા સહિતના અગ્રણીઓ, અને મહાનુભાવો ઉપરાંત ખગોળ પ્રેમીઓ આ નિદર્શન કાર્યક્રમના સાક્ષી બન્યા હતા. જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમનો પણ આ કાર્યક્રમના સંદર્ભમાં શુભેચ્છા સંદેશો સાંપડ્યો હતો, અને તેઓએ આયોજક સંસ્થાને આવા કાર્યક્રમો કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

આ ખગોળીય નિદર્શન માટે ધ્રોલના એમ.ડી. મહેતા વિજ્ઞાન કેન્દ્રના ડો. સંજય પંડ્યાની સાથે પંકજભાઈ ડાંગર, અને રવિભાઈ ધ્રાંગધરીયા જોડાયા હતા. ઉપરાંત જામનગર ખગોળ મંડળના સહયોગી એવા દિપાલીબેન પંડ્યા, કલ્પેશ સરેલીયા, દીપાબેન સોની, નિલેશભાઈ પડિયા, કપિલભાઈ સંઘવી તથા સ્મિતાબેન ભાટીયા વગેરેએ હાજરી આપી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh