Advertisement
Author: નોબત સમાચાર

ડીપી કપાત અન્વયે વૈકલ્પિક વ્યવસ્થા કરવા અથવા વળતર આપવા કરાઈ માંગ

સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫ઃ જામનગરના સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર માર્ગે કરવામાં આવેલ ડીપી કપાતમાં અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા અથવા વળતર આપવાની માગણી કરવામાં આવી છે.

લડત સમિતિના કન્વીનર વિજયસિંહ જાડેજા અને સહ કન્વીનર ઈશ્વર દયારામભાઈ ઠાકરએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું છે કે, ડીપી રોડના કપાત મેટર હાઈકોર્ટમાં પેન્ડીંગ છે, છતાં તેનો અમલ કરવામાં આવ્યો નહતો અને મે-ર૦રપ માં ડિમોલીશન કરવામાં આવ્યું હતું.

આ ડીપી રોડમાં આવતો મોટાભાગનો વિસ્તાર ગ્રામ્ય વિસ્તાર છે. જેમના મકાનો સ્લમ બોર્ડ, હાઉસીંગ બોર્ડ, વેરા પહોંચમાં આવતા મકાનો માટે વળતર ચૂકવવામાં આવ્યું નથી. ગ્રામ્ય વિસ્તારના મકાનો વર્ષ ર૦૧૪ માં મહાનગર પાલિકામાં સમાવેશ થયો હતો.

સ્લમ, હાઉસ બોર્ડના મકાનોની પાડતોડ નહીં કરવા અટકાવવા પરિપત્રને પણ ધ્યાનમાં લેવામાં આવેલ નથી. વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. આથી અસરગ્રસ્તો ભાડાના મકાનમાં કે ઝુંપડામાં રહેવા મજબૂર બન્યા છે. આથી સત્વરે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અથવા વળતર ચૂકવવામાં આવે અને સરકાર મદદરૂપ બને તેમ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh